સાત વખત વડનગર કેવી રીતે ઉભો થયો- જાણો ઇતિહાસ

0
77

અનંત અનાદિ વડનગર,ભારતનો સોનેરી ઇતિહાસ

તાનારીરી ગાર્ડનમાં  આયોજિત અનંત અનાદિ વડનગરનો ભવ્ય સ્ક્રીનીંગ કાર્યક્રમ

 ભારતના મથુરા,ઉજ્જૈન,પટના વારાણસીની સાથેવડનગરની થશે ગણના

ડોક્યુંમેન્ટરીના મુખ્ય સુત્રધાર મનોજ મુંતશિર શુક્લાની વિશેષ ઉપસ્થિતિ

મહેસાણા જિલ્લાની ઐતિહાસિક નગરી વડનગર ખાતે ,તાના-રીરી સહિત વિવિધ સાત સ્થળોએ  અનંત અનાદિ વડનગરની સ્ક્રીનીંગનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં કિર્તી તોરણ,શર્મિષ્ઠા તળાવ,હાટકેશ્વર મહાદેવ મંદિર,પ્રેરણા સ્કુલ,બી.એન.હાઇસ્કુલ,અમરથોળ દરવાજા,વડબારા પરા વિસ્તરામાં યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં વડનગરનો ઇતિહાસ સાત વખત કઇ રીતે વડનગર વસ્યો તેનો ઇતિહાસ રજુ થયો હતો,પ્રવાસન મંત્રી રેડ્ડીએ ઉમેર્યું હતું કે પ્રવાસન વિભાગે આ નગરના મહત્વપુર્ણ ઇતિહાસને ઉજાગર કરવામાં  પ્રેરણાદાયી કામ કર્યું છે. તેમણે એમ પણ જણાવ્યું  કે સતત બે હજાર વર્ષોની સાત પ્રાચીન સંસ્કૃતિના સંગમ સમા આ નગરની  મહત્તાને પ્રસ્તુત કરતા સ્ટેટ ઓફ આર્ટ ઓર્કિયોલોજીકલ એક્સપીયન્સ મ્યુઝિયમ તેમજ ૧૬ મી સદીમાં બલીદાન આપનારી તાના-રીરીના  સન્માન માટે તાના-રીરી મ્યુઝીયમનું નિર્માણ થઇ રહ્યું છે. વર્ષ ૨૦૨૪ સુધી પુર્ણ થનાર આ બંન્ને પ્રોજેક્ટ માટે લગભગ રૂપિયા ૨૭૭ કરોડનો ખર્ચ થનાર છે.અનંત અનાદિ વડનગરના સ્ક્રીનીંગ કાર્યક્રમમાં મનોજ મુંનશિર શુક્લાએ જણાવ્યું હતું કે ભારત વસુધૈવ કુટુંબ્કમમાં માનવાવાળો દેશ છે. આ દેશનો ઇતિહાસે ભારતને ભવ્ય બનાવ્યું છે.તેમણે જણાવ્યું હતું કે મહાભારતના કાળથી આ શહેરનું મહત્વ રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે આ નગરને સાશ્વત કહ્યું છે..આ ચમત્કાર નગરીમા્ં હાટકેશ્વર મહાદેવ બિરાજમાન છે જે તેનો પુરાવો છે. ભવિષ્યમા આ વિસ્તારનો પ્રવાસન સર્કીટ તરીકે પણ વિકાસ થશે

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવન ન્યૂઝ

વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબ સાઇટ