મહાવીર જયંતી પર આ રીતે પૂજા અર્ચના કરવા થી થશે લાભ,જાણો કેવી રીતે કરવી પૂજા

0
163

ભગવાન મહાવીર જયંતી ના દિવસે કરવા માં આવતી પૂજા ના અલગ અલગ મુહુર્ત

વિશેષ પૂજા કરવા થી થશે લાભ

ભગવાન ની પૂજા કરવા માટે નો પહેલો શુભ સમય 6.30 થી ૮ વાગ્યા સુધી છે અને ત્યાર બાદ 9 વાગ્યા થી 10.30 વાગ્યા સુધી,અને શોભા યાત્રા નો સમય ૩.30 થી 5.30 વાગ્યા નો રહેશે.મહાવીર જયંતી ને જૈન સમાજ માં ખુબ જ વિશેષ ગણવા માં આવે છે.વહેલી સવાર થી જ લોકો ભગવાન ની પૂજા અર્ચના કરવા લાગી જાય છે.આ શુભ દિવસ ચૈત્ર શુક્લ ત્રયોદશી ના દિવસે ઉજવવા માં આવે છે.જૈન સમાજ ના લોકો ની વિશેષ વાત એ પણ છે કે તેઓ બધા જ તહેવાર દિવસ ના ઉજવે છે એટલે કે સૂર્ય ઉદય થાય ત્યારે જ ઉજવાય છે.આ વર્ષે ૪ એપ્રિલે પહેલી તેરસ ની ઉદીયા  તિથી  ઉજવવા માં આવી રહી છે.

ભવ્ય શોભાયાત્રા નું થાય છે આયોજન

જૈન સમાજ માં ભગવાન મહાવીર જયંતી ના દિવસે સાવર થી સાંજ સુધી ખૂબ જ પૂજા અર્ચના કરવા માં આવે છે તેમજ બપોર પછી ભવ્ય શોભાયાત્રા પણ કાઢવા માં આવે છે અને તેમાં નાના બાળકો થી લઇ ને યુવાનો , તેમજ વડીલો પણ મોટી સંખ્યા માં જોડાય છે.

ભગવાન મહાવીર સ્વામી નો જન્મ ૨૬૨૧ વર્ષ પહેલા થયો હતો

મહાવીર સ્વામી નો જન્મ ૨૬૨૧ વર્ષ પહેલા બિહારના વૈશાલી માં થયો હતો તેમ જૈન સમાજ ના પંડિત મહેશકુમાર જૈન એ જણાવ્યું હતું.તેમણે વધુ માં જણાવ્યું હતું કે જયારે ભગવાન નો જન્મ થયો ત્યારે દેવી એ આવી ને જય જય કર પણ કર્યો હતો.આમ ભગવાન ની વિશેષ પૂજા કરવા માટે પણ માંગલિક વસ્તુઓ નોજ ઉપયોગ કરવા માં આવે છે તેમાં ચોખા ને પીળા કરી દેવા માં આવે છે અને તેણે જ પુષ્પ કહેવા માં આવે છે.તેવી જ રીતે નાળીએર ને પણ નૈવેધ કહેવા માં આવે છે.નાળીયેર ની કાછલી ને પાળી કરી તેનો દીવો કરવા માં આવે છે.ધૂપ પણ લવિંગ નું કરવા માં આવે છે .આમ પૂજા પણ વિશેષ રૂપ થી જ્કારવા માં આવે છે.આવા અલગ અલગ દ્રવ્યો ને ભગવાનને અર્પણ કરવા માં આવે છે.