સુર્યમાંથી ઉઠતું તોફાન પૃથ્વી ઉપર થવાની સંભાવના નાસાએ વ્યક્ત કરી છે,, અમેરિકન અવકાશ સંશોધન એજન્સી નાસાએ ફરી એકવાર સૌર જ્વાળાઓની સંભાવના વ્યક્ત કરી છે. નાસાએ કહ્યું છે કે સૂર્યમાંથી ઉઠતું તોફાન અગાઉ કરતાં વધુ ખતરનાક હશે. આ વાવાઝોડાની સીધી અસર પૃથ્વી પર થવાની છે. તે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર પર પણ મોટી અસર કરી શકે છે. જેના કારણે જીપીએસ અને ઈન્ટરનેટ કનેક્શનમાં વિક્ષેપ પડી શકે છે નિષ્ણાંતો માને છે કે સૂર્યના કેન્દ્રમાંથી નીકળતા પ્લાઝ્મા અને ચુંબકીય તરંગોના પ્રચંડ વિસ્ફોટથી સૌર જ્વાળાઓ સર્જાય છે. જેના પરિણામે અબજો સૌર કણો ચારે બાજુ વિખેરાઈ શકે છે. સૂર્યમંડળ પર તેની અસરને રોકી શકાતી નથી. એક સપ્તાહ પહેલા સૂર્યમંડળમાં સૌર જ્વાળાઓના રૂપમાં ઉઠતું વાવાઝોડું જોવા મળ્યું હતું. તેનો પ્રકાશ પણ પૃથ્વી પર આવ્યો હતો. જેથી હવે નિષ્ણાંતો આની અસર જોવા માટે સતત આ ઘટનાક્રમની મોનિટરીંગ કરી રહ્યા છે
સમાચારોની અપડેટ માટે જુઓ વીઆરલાઇવ ન્યૂઝ