ભારત એ સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના આતંકવાદી સાજિદ મીરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાનો પ્રસ્તાવ લાવ્યો હતો, જેને ચીન દ્વારા રોક લગાવવામાં આવી હતી. ભારતએ આ અંગે પ્રતિક્રિયા આપી હતી અને સાથે ભારતના રાજદ્વારી પ્રકાશ ગુપ્તાએ યુએનમાં જ પાકિસ્તાન ના આતંકવાદી સાજિદ મીરની ઓડિયો ક્લિપ પણ સંભળાવી હતી. સાથે ભારત કઇ રીતે પાકિસ્તાન સમર્થીત આતંકવાદથી પીડિત છે તેમાં પાકિસ્તાની ધરતીનો કઇ રીતે ઉપયોગ થઇ રહ્યો તેની માહિતી આપી હતી, સાથે ચીનને પણ આડકતરી રીતે સંદેશ આપ્યો હતો, પાકિસ્તાન ના આતંકવાદી સાજીદ મીરને ગ્લોબલ ટેરિરિસ્ટ ઘોષિત કરાય તેવી માંગ ભારત એ કરી હતી
ચીને પહેલા કર્યો હતો વિરોધ
ચીન પહેલા પણ સાજિદ મીરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં અવરોધ બની ચૂક્યું છે ત્યારે હવે આ અંગે ભારતે સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોની ઈચ્છાશક્તિ પર જ સવાલ ઉઠાવ્યા છે. UNમાં ભારત વતી વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ પ્રકાશ ગુપ્તાએ કહ્યું કે જો આપણે સ્થાપિત આતંકવાદીઓને UNની વૈશ્વિક આતંકવાદીઓની યાદીમાં સામેલ કરવામાં સક્ષમ નથી, તો તે આનો સામનો કરવાની ઈચ્છાશક્તિનો અભાવ દર્શાવે છે. આ સાથે ભારતીય રાજદ્વારીએ UNમાં જ સાજિદ મીરની ઓડિયો ક્લિપ પણ ચલાવવામાં આવી હતી.
ભારતે સાજિદ મીરનો ઓડિયો સંભળાવ્યો
ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં ચીનના આ પગલાની નિંદા કરી હતી. આ ઉપરાંત ભારતે UNમાં પાકિસ્તાન અને ચીન બંનેને અરીસો બતાવ્યો હતો. ભારતે આતંકવાદી સાજિદ મીરની ઓડિયો ક્લિપ સંભળાવી હતી જેમા આતંકવાદી સાજીદ મીર તેના અન્ય આતંકવાદીને ગોળી મારવા કહેતો સાંભળી શકાય છે.
નેશનલ કમાન્ડ ઓથોરિટી દ્વારા કરાઈ જાહેરાત
પાકિસ્તાની લોકોને વધુ સમજાવવા માટે પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રાગારને કમાન્ડ અને કંટ્રોલ કરતી પાકિસ્તાનની નેશનલ કમાન્ડ ઓથોરિટીના સલાહકાર પૂર્વ લેફ્ટનન્ટ જનરલ ખાલિદ કિડવાઈ દ્વારા એક જાહેરાત કરાઈ, જેમાં પાકિસ્તાન પાસે પરમાણુ સસ્ત્રોની સ્થિતિ શું છે, તેની વિસ્તૃત જાણકારી અપાઈ. આ નિવેદનમાં કહેવાયું છે કે ,પાકિસ્તાન પાસે હવે એવા પરમાણુ હથિયારો છે જેને માત્ર એક સૈનિક પોર્ટેબલ કન્ટેનર અથવા બ્રીફકેસમાં લઈ જઈ શકે છે. ઉપરાંત તેની પાસે 2750 કિલોમીટરની રેન્જને લક્ષ્ય બનાવતા પરમાણુ હથિયારો છે. ત્યારે ભારત શુ કરશે તે જોવુ રહ્યું