આધુનિક સમયમાં મોબાઈલ ફોન અને સ્માર્ટ ફોનની સુવિધાઓમાં સતત વધારો થઇ રહ્યો છે અને સોશિઅલ મીડિયાનો ઉપયોગ જાણે બહોળા પ્રમાણમાં થઇ રહ્યો છે . ટેકનોલોજી માનવ જીવન માટે આશીર્વાદ રૂપ ચોક્કસ છે પણ તેની આડ અસરો પ્રત્યે જાગૃત થવાની જરૂર પણ છે. હાલ મોબાઈલ ફોન, લેપટોપ, ટીવી સ્ક્રીનનું વળગણ એટલા હદ સુધી જોવા મળે છે કે જાણે યુવાનો બાળકોમાં અલગ જ દુનિયા રચાઈ હો તેવું લાગી રહ્યું છે. એક સમયે બાળકોના હાથમાં મોબાઈલ ફોન આપવો માતા પિતાને ચિંતા હતી પરંતુ કોરોના કાળ દરમિયાન ઓનલાઈન શિક્ષણ શરુ થતાજ ક મને પણ બાળકોને સ્માર્ટ ફોન ટેબલેટ અને લેપટોપ જેવી સુવિધાઓ આપવી પડી અને જે ચિંતા હતી તેમાં વધારો પણ થયો. ખાસ કરીને જે માતા પિતા બાળકોને દિવસ દરમિયાન પોતાના કામકાજના કલાકો સિવાય મળતા હતા તે તમામ વાલીઓમાં ચિંતાની એક લકીર હતી . અને જયારે ચોંકાવનારા તારણો સામે આવતા હોય ત્યારે ખાસ ચિંતા જગાવે . સ્ક્રીનનું વળગણ એટલું ખતરનાક છે કે કોઈ જો થોડા સમય માટે વ્યક્તિને સ્ક્રીનથી અલગ રાખવામાં આવે તો તેનો સ્વભાવ ચિડીયાપણું જોવા મળે છે અને ડીપ્રેશન અનુભવે છે.
સ્ક્રીનનું વળગણ એટલેકે એડીકશન ધરાવતા વ્યક્તિઓમાં હીનપણું, ધરાવતા હોવાનું સામે આવ્યું છે આજના ડિજીટલ યુગમાં મોટો ચિંતાનો વિષય પણ સ્ક્રીનનું વળગણ છે. મુંબઈની કેજીએમ મેડીકલ કોલેજના એક અભ્યાસમાં ચોંકાવનારા તારણો સામે આવ્યા છે . સ્ક્રીનનું વળગણ ધરવતા લોકો કાલ્પનિક પાત્રોમાં રચતા જોવા મળે છે અને કાલ્પનિક સંબંધોમાં ખોવાયેલા રહે છે. જયારે સ્ક્રીનનું વળગણ લાગેલું હોય ત્યારે વિડીઓ ગેમ ન રમતા હોય ત્યારે પણ ઈમોજી દેખાય, સ્પર્શની અનુભૂતિ, સતત રીંગ સંભળાયા કરે , વારંવાર મેસેજ ચેક કરવા વિગેરે લક્ષણો સ્ક્રીનનું વળગણ ધરાવતા લોકોમાં જોવા મળે છે.
રીપોર્ટમાં એવું જાણવા મળ્યું કે મોબાઈલ 25 વર્ષથી ઓછી ઉમરના યુવાનો સતત ચેક કર્યા કરતા હોય છે. કેટલાક રીપોર્ટમાં મોટી ઉમરના લોકો પણ સ્ક્રીનનું વળગણ ધરાવે છે . જેમાં હિંસક દ્રશ્યો જોવા, અશ્લીલ દ્રશ્યો જોવા, વિગેરેનો સમાવેશ થાય છે. મુંબઈની કેજીએમ મેડીકલ કોલેજના એક અભ્યાસમાં જે તારણો મળ્યા છે તેમાં ઓનલાઈન ગેમ, સોશિઅલ મીડિયા મોટા પ્રમાણમાં જવાબદાર હોવાનું માનવામાં આવ્યું છે. જેમાં સંતાનો સાથેનો વ્યહવાર, કામમાં ધ્યાન આપવું, નિરાશાપણું વિગેરે સમસ્યાઓ જોવા મળી. રોજના ત્રણ કલાક મોબાઈલમાં ગાળતા બાળકોમાં ઉચાટ, હતાશાનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે.