કરોડપતિ : ઘરકામ કરતી મહિલા પણ બની શકે છે ! જાણો કેવી રીતે

0
291
કરોડપતિ
કરોડપતિ

કરોડપતિ :  મોટાભાગની મહિલાઓ સવારે ઉઠતાવેંત કામ કરવાનું શરૂ કરી દે છે, પતિ અને બાળકો માટે નાશ્તો તથા ટિફીન, ઘરમાં વૃદ્ધની દેખભાળ કરે છે. મહિલાઓ પર આટલી જવાબદારી હોવા છતાં પણ આર્થિક રીતે કોઈના પર નિર્ભર રહેવું પડતું હોય છે. તો એવો કયો રસ્તો છે જે તમને કરોડપતિ બનાવી દેશે. તમને જણાવી દઈએ કે દર મહિને તમારા નામથી પૈસા જમા કરવાનું શરૂ કરી દો તો પતિની નિવૃત્તિ સુધી  તમે કરોડપતિ બની શકો છો.

house wife sip

કરોડપતિ બનવા કેટલા પૈસાની જરૂર રહેશે ?

હાઉસવાઈફ પાસે કમાણી કરવાનો કોઈ નિશ્ચિત વિકલ્પ હોતો નથી. મહિલાઓ ખર્ચામાંથી પૈસા બચાવીને દર મહિને કેટલીક રકમ જમા કરી શકે છે. તમારે દરરોજ એક ટિફીન જેટલી રકમ ભેગી કરવાની રહેશે. ટિફીન માટે દરરોજ 100 રૂપિયાનો ખર્ચ હોય તો દર મહિને 4 રવિવાર સિવાય તમે 2,600 રૂપિયાનું ફંડ એકત્ર કરી શકો છો. 

sip

આ રકમનું શું કરવું?


જો તમે દર મહિને 2,600 રૂપિયાની બચત કરો છો, તો મ્યુચ્યુઅલ ફંડની SIP કરાવી દો. મ્યુચ્યુઅલ ફંડમાં દર મહિને 2,600 રૂપિયા જમા કરવામાં આવે તો 10 વર્ષ કરતા વધુ સમયમાં દર વર્ષે 12 ટકાથી વધુ રિટર્ન મળી શકે છે.  

working woman

 નિવૃત્તિ સુધીમાં કેટલી રકમ મળશે?


જો તમારા લગ્ન 28 વર્ષની ઉંમરે થાય અને પતિ 60 વર્ષે નિવૃત્ત થવાના હોય. આ પરિસ્થિતિમાં તમને રોકાણ કરવા માટે 32 વર્ષ મળશે. 32 વર્ષમાં દર મહિને 2,600 રૂપિયાનું રોકાણ કરવામાં આવે તો તમે કુલ 9,98,400 રૂપિયાનું રોકાણ કરશો. આ રકમ પર દર વર્ષે 12 ટકા વ્યાજની ગણતરી કરવામાં આવે તો તમારું કુલ ફંડ 1,17,24,172 રૂપિયા થઈ જશે. જેમાંથી વ્યાજની રકમ 1,07,25,772 રૂપિયા હશે. દર વર્ષે રોકાણની રકમમાં વધારો કરવામાં આવે તો વધુ રકમ ભેગી થઈ તમે વધુ કરોડપતિ થઇ શકો છો. 

 નોંધ :  આ લેખ  શેરમાર્કેટને લગતો આ આર્ટિકલ અનુભવ તેમજ મળતી માહિતીને આધારિત છે.   કોઇ પણ શેરમાં રોકાણ કરતા પહેલાં નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.

તમે આ પણ વાંચી શકો છો  
 Unclaimed Deposit : લો બોલો.. બેંકોમાં કરોડો રૂપિયાનો કોઈ માલિક જ નથી !!