HomeGujaratHorror in Vadodara: વડોદરામાં પાષાણ હૃદયી માતા-પિતાનું કૃત્ય નાળ સાથે નવજાત બાળકીને...

Horror in Vadodara: વડોદરામાં પાષાણ હૃદયી માતા-પિતાનું કૃત્ય નાળ સાથે નવજાત બાળકીને રસ્તા પર તરછોડી, માસૂમનું મોત

Horror in Vadodara: ‘સંસ્કારી નગરી’ વડોદરામાં માનવતાને શર્મસાર કરતી વધુ એક ઘટના સામે આવી છે. શહેરના ગોરવા વિસ્તારમાં એક નવજાત બાળકીનો મૃતદેહ રઝળતી હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. જન્મીને તરત જ જે માસૂમને માતાની મમતા મળવી જોઈએ, તેને કસાઈ માતા-પિતાએ રસ્તા પર મરવા માટે ફેંકી દીધી હતી.

Horror in Vadodara: લારીવાળાએ માસૂમને જોઈ અને ભાંડો ફૂટ્યો

Horror in Vadodara

ગોરવા પંચવટી સર્કલથી લક્ષ્મીપુરા તરફ જતા માર્ગ પર, નર્મદેશ્વર સોસાયટીની દીવાલ પાસે આ નવજાત બાળકી પડી હતી. ત્યાંથી પસાર થતા એક લારીવાળાની નજર બાળકી પર પડતા તેણે બૂમાબૂમ કરી હતી. જોતજોતામાં લોકોના ટોળા એકઠા થયા હતા અને ૧૧૨ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. ગોરવા પોલીસ અને ૧૦૮ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી, પરંતુ કમનસીબે હોસ્પિટલ પહોંચતા જ તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી.

Horror in Vadodara: પ્રસૂતિ બાદ તુરંત જ ફેંકી દેવાઈ હોવાની આશંકા

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે બાળકીની નાળ પણ કાપવામાં આવી નહોતી. આ બાબતે ACP આર.ડી. કવાએ જણાવ્યું હતું કે:

“બાળકી તાજી જન્મેલી છે અને તેની નાળ હજુ સાથે જ છે, જે દર્શાવે છે કે તેની પ્રસૂતિ કદાચ કોઈ ઘરમાં જ થઈ હશે. બાળકીની આંખ પાસે લોહીના ડાઘા હતા, જે કદાચ તેને રસ્તા પર ફેંકતી વખતે લાગેલી ઈજા હોઈ શકે છે.”

Horror in Vadodara: માતા-પિતાની શોધ માટે PM અને DNA તપાસ શરૂ

Horror in Vadodara

પોલીસે બાળકીના મૃતદેહને ગોત્રી મેડિકલ કોલેજ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. આ ક્રૂર કૃત્ય આચરનાર માતા-પિતાની ઓળખ કરવા માટે બાળકીના DNA સેમ્પલ લેવામાં આવ્યા છે. વધુમાં, પોલીસે નીચે મુજબની તપાસ તેજ કરી છે:

  • વિસ્તારના તમામ CCTV કેમેરાના ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે.
  • આસપાસની હોસ્પિટલોમાં છેલ્લા ૨૪ કલાકમાં થયેલી પ્રસૂતિના ડેટા મંગાવવામાં આવ્યા છે.
  • સ્થાનિક સ્તરે આશા વર્કરો અને ક્લિનિક્સની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

Horror in Vadodara: સંસ્કારી નગરી માટે કલંકિત ઘટના

વડોદરામાં અગાઉ પણ નવજાત શિશુઓને તરછોડવાની ઘટનાઓ બની છે, ત્યારે વધુ એક માસૂમનો જીવ જવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને જવાબદારોને જેલના સળિયા પાછળ ધકેલવા ચક્રો ગતિમાન કર્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો :  શેરબજારમાં તેજીની એન્ટ્રી સેન્સેક્સ 427 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 24,300ને પાર; જાણો તેજી પાછળના 5 મુખ્ય કારણો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments