Horrific Hit-and-Run in Vadodara: વડોદરામાં હૃદયદ્રાવક હિટ એન્ડ રન પુત્રની નજર સામે જ લક્ઝરી બસે માતાને કચડી, દોઢ કલાક સુધી રોડ પર પડી રહી લાશ!

0
89
Horrific Hit-and-Run in Vadodara
Horrific Hit-and-Run in Vadodara

Horrific Hit-and-Run in Vadodara: ગુજરાતના હાઈવે પર વધુ એક માસૂમ જિંદગીનો ભોગ લેવાયો છે. વડોદરાના જાંબુવા બ્રિજ નજીક બુધવારે રાત્રે એક કાળજું કંપાવી દેનારી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જ્યાં એક પુત્રની નજર સામે જ પૂરપાટ ઝડપે આવેલી લક્ઝરી બસે તેની માતાને કચડી નાખી. અકસ્માત એટલો ભયાનક હતો કે મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અકસ્માત સર્જીને બસ ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો.

Horrific Hit-and-Run in Vadodara: ‘મને ઉલટી થાય છે…’ અને ક્ષણભરમાં બધું ઉજ્જડ થઈ ગયું

Horrific Hit-and-Run in Vadodara

મળતી માહિતી મુજબ, મકરપુરા વિસ્તારમાં રહેતા ૨૪ વર્ષીય સંજીવ પંડ્યા તેમના માતા જાગૃતિબેન (જેઓ આંગણવાડીમાં સુપરવાઇઝર હતા) સાથે રાત્રે એક્ટિવા પર નીકળ્યા હતા. અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર બાલાજી પેટ્રોલ પંપ નજીક પહોંચતા જાગૃતિબેનને અચાનક ઉલટી થવા લાગી હતી. પુત્રએ તરત જ એક્ટિવા રસ્તાની સાઈડમાં ઊભી રાખી. જાગૃતિબેન હજી નીચે ઉતરીને ઊભા જ રહ્યા હતા, ત્યાં પાછળથી કાળ બનીને આવેલી એક લક્ઝરી બસે તેમને જોરદાર ટક્કર મારી દીધી.

Horrific Hit-and-Run in Vadodara: તમારાથી એમ્બ્યુલન્સની વ્યવસ્થા નથી થતી?” – તંત્રની બેદરકારી સામે આક્રોશ

Horrific Hit-and-Run in Vadodara

આ અકસ્માત જેટલો દર્દનાક હતો, તેનાથી પણ વધુ શરમજનક સ્થિતિ અકસ્માત પછી સર્જાઈ હતી. મૃતકના પુત્ર સંજીવના જણાવ્યા અનુસાર:

મારી મમ્મીનું ત્યાં જ મોત થઈ ગયું હતું. અમે તુરંત ૧૦૮ને ફોન કર્યો. પોલીસની ૩-૩ પીસીઆર વાન આવીને ઊભી રહી ગઈ, પણ કોઈ એક્શન ન લેવાયા. દોઢ કલાક સુધી મારી માતાની ડેડબોડી રસ્તા પર પડી રહી!”

પોલીસની આ નિષ્ક્રિયતા જોઈને ત્યાં હાજર સ્થાનિક લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. એક સ્થાનિકે ગુસ્સામાં પોલીસ અધિકારીને મોઢામોઢ કહી દીધું કે, “હાઈવે બંધ કરી દો! દોઢ કલાકથી તમારાથી એક એમ્બ્યુલન્સની વ્યવસ્થા નથી થતી?” પરિસ્થિતિ વણસતા આખરે દોઢ કલાક પછી મૃતદેહને હોસ્પિટલ ખસેડવા એમ્બ્યુલન્સ મળી શકી હતી.

Horrific Hit-and-Run in Vadodara: પોલીસ તપાસ શરૂ

Horrific Hit-and-Run in Vadodara

સમગ્ર ઘટના અંગે કપુરાઇ પોલીસે પુત્ર સંજીવ પંડ્યાની ફરિયાદના આધારે અજાણ્યા લક્ઝરી બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પુત્ર અકસ્માતના આઘાતમાં બસનો નંબર જોઈ શક્યો ન હતો, જેથી પોલીસ હવે હાઈવેના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ ચલાવી રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: વડોદરાના લોકનેતાને અંતિમ વિદાય, ધારાસભ્ય સ્વ. યોગેશ પટેલની આજે અંતિમયાત્રા; CM ભૂપેન્દ્ર પટેલ સહિતના દિગ્ગજો આપશે હાજરી