Home State Gujarat Horrific Highway Accident: મુંબઈ-અમદાવાદ હાઈવે પર કાળમુખી કાર રોંગ સાઈડમાં આવી અને...

Horrific Highway Accident: મુંબઈ-અમદાવાદ હાઈવે પર કાળમુખી કાર રોંગ સાઈડમાં આવી અને બાઈક ચાલકનો જીવ લીધો, માસૂમ બાળકનું માથું ફાટ્યું

0
212
Horrific Highway Accident
Horrific Highway Accident

Horrific Highway Accident: મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે 48 પર સુંદરપુરા પાટિયા પાસે આજે સવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. રોંગ સાઈડમાં આવતી એક બેફામ કારે બાઈક સવાર પરિવારને અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે તેમની સાથે રહેલા મહિલા અને માસૂમ બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

Horrific Highway Accident

Horrific Highway Accident: CCTVમાં કેદ થઈ ધડાકાભેર ટક્કર

અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક ચાલક સીધો કાર સાથે અથડાયો હતો. બાઈક પર પાછળ બેઠેલા બાળકને ગંભીર ઈજા પહોંચી હતી અને તેનું માથું ફાટી ગયું હતું. ઈજાગ્રસ્ત મહિલા અને બાળકને તાત્કાલિક વડોદરાની સયાજી હોસ્પિટલ (SSG) ખાતે ખસેડવામાં આવ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે એમ્બ્યુલન્સ મોડી પહોંચતા ઈજાગ્રસ્તોની હાલત વધુ કફોડી બની હતી.

Horrific Highway Accident

Horrific Highway Accident: લોકોનો આક્રોશ: 2 કલાક સુધી હાઈવે ચક્કાજામ

અકસ્માત બાદ તંત્રની નિષ્ક્રિયતા સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

  • મૃતદેહ રઝળ્યો: અકસ્માત બાદ બાઈક ચાલકનો મૃતદેહ લગભગ 2 કલાક સુધી હાઈવે પર જ પડ્યો રહ્યો હતો.
  • ચક્કાજામ: ઉશ્કેરાયેલા ગ્રામજનોએ હાઈવે પર ચક્કાજામ કરી દીધો હતો, જેના કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. કપુરાઈ પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી લોકોને સમજાવી માંડ-માંડ હાઈવે ખુલ્લો કરાવ્યો હતો.
Horrific Highway Accident

Horrific Highway Accident: શું કહેવું છે DCP અને સ્થાનિકોનું?

DCP ઝોન 3, અભિષેક ગુપ્તા: “એક ફોર-વ્હીલર ગાડી રોંગ સાઈડમાં આવીને કટ ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે સામેથી આવતું બાઈક તેની સાથે અથડાયું હતું. હાલ ફરિયાદ નોંધવાની પ્રક્રિયા ચાલુ છે અને હાઈવે ઓથોરિટી તેમજ RTO સાથે મળીને આ સ્થળની તપાસ કરવામાં આવશે.”

સ્થાનિક રહેવાસી પ્રવીણ પરમાર:અમદાવાદથી સુરત જતી વખતે સુંદરપુરા પાસે રોડ પર ક્યાંય પ્રોપર ‘કટ’ (યુ-ટર્ન) નથી. આથી વાહનો ફરજિયાત રોંગ સાઈડમાં આવે છે. અમે વારંવાર ગરનાળું કે કટ બનાવવાની રજૂઆત કરી છે, પણ તંત્ર જાગતું નથી. આજે એક નિર્દોષે જીવ ગુમાવ્યો છે.”

Horrific Highway Accident

Horrific Highway Accident: અકસ્માતની મુખ્ય વિગતો:

વિગતમાહિતી
સ્થળસુંદરપુરા પાટિયા, નેશનલ હાઇવે 48, વડોદરા
કારણકાર ચાલક દ્વારા રોંગ સાઈડ ડ્રાઈવિંગ
જાનહાનિબાઈક ચાલકનું મોત, મહિલા અને બાળક ગંભીર
તંત્રની કાર્યવાહીહાઈવે ઓથોરિટી અને પોલીસ દ્વારા સંયુક્ત તપાસની ખાતરી

આ ઘટનાએ ફરી એકવાર હાઈવે પરની ખામીયુક્ત ડિઝાઇન અને રોંગ સાઈડ ડ્રાઈવિંગ સામે મોટા સવાલો ઉભા કર્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

અમદાવાદમાં ‘રિમોટ કંટ્રોલ’થી તોલાતી કરોડોની ઠગાઈ વે-બ્રીજ વજન કાંટા કૌભાંડનો પર્દાફાશ, 7 ઝડપાયા

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે