બગોદરા- બાવળા હાઇવે પર ભયાનક અકસ્માત – 10 લોકોના મોત

1
89
બગોદરા- બાવળા હાઇવે પર ભયાનક અકસ્માત - 10 લોકોના મોત
બગોદરા- બાવળા હાઇવે પર ભયાનક અકસ્માત - 10 લોકોના મોત

અમદાવાદના બાવળા – બગોદરા હાઈવે પર ભયાનક અકસ્માત થતા જ અરેરાટી વ્યાપી જાય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. બગોદરા- બાવળા અકસ્માત થતાજ ચીસીયારીથી વાતાવરણ ગંભીર બન્યું હતું. આ અકસ્માત થતાજ 5 મહિલા, 3 બાળક સહિત 10 લોકોનાં મોતના સમાચાર છે. હાઈવે એક પંચર પડેલી ટ્રક પાછળ છોટા હાથી ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત થયો અને 10 વ્યક્તિનાં મોત થયાંનું સમાચાર મળી રહ્યા છે . અને 10 વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ છે. હાઈવે પર અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચીને અકસ્માતમાં ઘયલ લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

WhatsApp Image 2023 08 11 at 13.38.20 1

108 તાત્કાલિક અઆવીને તમામ મૃતદેહના પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે તપાસ હાથ ધરી છે. આ અકસ્માત બાવળા-બગોદરા વચ્ચે અને અમદાવાદથી 50 કિમી દૂર અકસ્માત થયો હતો. અકસ્માતમાં 10 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે.

મળતી માહિતી પ્રમાણે કપડવંજ અને બાલાસિનોરના 17 લોકો છોટા હાથીના લોડિંગ ટેમ્પોમાં સવાર થઈને ચોટીલા દર્શન કરવા માટે ગયા હતા. ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે બાવળા-બગોદરાની વચ્ચે ટ્રક પંચર થયેલી ઊભી હતી. તેમાં અચાનક ઊભેલી ટ્રકની પાછળ છોટા હાથી ઘૂસી જતા ઘટનાસ્થળે 10 લોકોએ જીવ છોડી દીધો હતો. આ અંગે અમદાવાદ જિલ્લા ડીએસપી અમિત વસાવાએ જણાવ્યું હતું કે, હાલ તમામ મૃતકોના પોસ્ટમોર્ટમ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અકસ્માતના પગલે હાઈવે પર લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે તેમજ લોકોનાં ટોળાં પણ ઊમટ્યાં છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ અકસ્માત ભયંકર હતો.

બગોદરા પાસે થયો ગોઝારો અકસ્માત.

છોટા હાથી અને ટેન્કર વચ્ચે ટક્કર થતાં 10 વ્યક્તિના મોત.. મૃત્યુ આંક વધવાનો સંભવ

હાઇવે પર ઉભેલા ટેન્કર પાછળ છોટા હાથી ઘુસી જતા સર્જાઈ દુર્ઘટના.

અમદાવાદ એસપી , ડીવાયએસપી, સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળ ઉપર પહોંચીને ટ્રાફિક વ્યવસ્થા સંભળી હતી. આ અકસ્માત થતાજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પરિવારજનોને સંવેદના પાઠવી હતી. તેમને ટવિટ પર પોસ્ટ કરીને શ્રધાંજલિ આપી હતી. તેમણે લખ્યું હતું કે અમદાવાદ જિલ્લામાં બાવળા-બગોદરા હાઈવે પર થયેલ અકસ્માતની ઘટના હૃદયવિદારક છે. ઈશ્વર આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માને શાંતિ આપે અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. મારી સંવેદના મૃતકોના પરિવારજનોની સાથે છે.

image 2

1 COMMENT

Comments are closed.