Holiday List August  :  ઓગસ્ટ મહિનો એટલે રજાઓનો મહિનો, આ મહીને આવી રહી છે ઘણીબધી  રજાઓ  

0
491
Holiday List August
Holiday List August

Holiday List August  :  તહેવારોનો મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. ઓગસ્ટ મહિનામાં શાળા, બેંકો અને સરકારી ઓફિસોમાં ઘણી રજાઓ આવી રહી છે. વાસ્તવમાં આ ઓગસ્ટ મહિનામાં બીજા અઠવાડિયામાં અને ત્રીજા અઠવાડિયામાં બેંકોમાં સતત બે-બે દિવસ રજા રહેશે. કારણ કે 10 અને 24 ઓગસ્ટે બીજો અને ચોથો શનિવાર આવી રહ્યો છે અને આ દિવસે બેંકોમાં રજા હોય છે. તો 11મી અને 25મી ઓગસ્ટે સાપ્તાહિક રજા રહેશે.

Holiday List August

Holiday List August  :   અમે તમને આજે બેંકોની સાથે જ શાળાઓ, કોલેજો અને સરકારી કચેરીઓમાં ઓગસ્ટ મહિનાની રજાઓની સંપૂર્ણ યાદી બતાવી રહ્યા છીએ , જાણો ક્યારે છે રક્ષાબંધન અને  ક્યારે ઉજવાશે જન્માષ્ટમી…

આ વખતે 15મી ઓગસ્ટનો સ્વતંત્રતા દિવસ ગુરુવારે આવી રહ્યો છે. આવી સ્થિતિમાં ગુરુવારે બેંકો બંધ રહેશે. શાળાઓ અને કચેરીઓમાં રાષ્ટ્રીય પર્વ નિમિત્તે જાહેર રજા રહેશે. 

Holiday List August  :   18 અને 19 ઓગસ્ટે એક સાથે બે રજા

Holiday List August

15મી ઓગસ્ટ પછી 18મી ઓગસ્ટે રવિવાર હોવાથી સાપ્તાહિક રજા રહેશે. તો રક્ષાબંધનનો તહેવાર 19મી ઓગસ્ટ સોમવારના રોજ માનવવામાં આવશે. રવિવાર અને રક્ષાબંધનના કારણે મહિનાના ત્રીજા સપ્તાહમાં એકસાથે બે રજાઓ રહેશે. એટલે કે 18 અને 19 ઓગસ્ટે સરકારી કચેરીઓ, સ્કૂલોમાં રજા રહેશે. 

Holiday List August  :   છેલ્લા અઠવાડિયામાં ત્રણ દિવસ રજા

ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં બેંક કર્મચારીઓની મોજ રહેશે. કારણ કે આ સપ્તાહમાં સતત ત્રણ દિવસ બેંક રજા રહેશે. 24મી ઓગસ્ટે ચોથો શનિવાર હોવાથી બેંકો બંધ રહેશે. તો રવિવારના કારણે 25મી ઓગસ્ટે સાપ્તાહિક રજા હોવાથી અને ત્યારબાદ 25મી ઓગસ્ટને સોમવાર સિવાય 26મી ઓગસ્ટ 2024ના રોજ જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવશે, તેથી આ દિવસે બેંકો તેમજ શાળા, કોલેજો અને ઓફિસોમાં જાહેર રજા રહેશે.

Holiday List August  :   શાળા, કોલેજો અને સરકારી કચેરીઓમાં રજાઓની યાદી

Holiday List August

– 4 ઓગસ્ટ (રવિવાર)
– 11 ઓગસ્ટ (રવિવાર)
– 15 ઓગસ્ટ (સ્વતંત્રતા દિવસ)
– 18 ઓગસ્ટ (રવિવાર)
– 19 ઓગસ્ટ (રક્ષાબંધન)
– 25 ઓગસ્ટ (રવિવાર)
– 26 ઓગસ્ટ (જન્માષ્ટમી)

Holiday List August  :   ઓગસ્ટમાં બેંક રજાઓની સંપૂર્ણ યાદી

Holiday List August

– 4 ઓગસ્ટ (રવિવાર)
– 10 ઓગસ્ટ (બીજો શનિવાર)
– 11 ઓગસ્ટ (રવિવાર)
– 15 ઓગસ્ટ (સ્વતંત્રતા દિવસ)
– 18 ઓગસ્ટ (રવિવાર)
– 19 ઓગસ્ટ (રક્ષાબંધન)
– 24 ઓગસ્ટ (ચોથો શનિવાર)
– 25 ઓગસ્ટ (રવિવાર)
– 26 ઓગસ્ટ (જન્માષ્ટમી)

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો