Holashtak 2024  : આજથી હોળાષ્ટક શરુ, જાણો શું ધ્યાન રાખવું જોઈએ આ 8 દિવસમાં  

0
87
Holashtak 2024 
Holashtak 2024 

Holashtak 2024 : હિન્દુ ધર્મમાં હોળીનો તહેવાર મુખ્ય તહેવારમાંથી એક છે. રંગ, ગુલાલ, ઉત્સવનો આ તહેવાર આખા દેશમાં ધૂમધામથી ઉજવવામાં આવે છે. રંગોની હોળી રમતા પહેલા હોળીકા દહન કરવામાં આવે છે અને ત્યાર બાદ બીજા દિવસે રંગોની હોળી રમવામાં આવે છે. આ વર્ષે હોળીકા દહન 24 માર્ચ 2024 ના રોજ થશે અને હોળી 25 માર્ચે ઉજવવામાં આવશે. સાથે જ હોળાષ્ટક હોળીના આઠ દિવસ પહેલા ઉજવવામાં આવે છે. આ વર્ષે  હોળાષ્ટક  17 માર્ચથી એટલે કે આજથી શરૂ થઈ રહ્યું છે, જે 24 માર્ચે હોળીકા દહન સુધી ચાલશે અને હોળાષ્ટકનું સમાપન હોલિકા દહન સાથે થશે. 

Holashtak 2024 

Holashtak 2024  : રવિવારે એટલે કે 17 માર્ચથી હોળાષ્ટકનો પ્રારંભ થશે અને હોલિકા દહન બાદ 24 તારીખે પૂર્ણ થશે. ધર્મગ્રંથો અને લોક માન્યતાઓ પ્રમાણે હોળી પહેલાના 8 દિવસને હોળાષ્ટક કહેવાય છે. આ દિવસોમાં કોઇપણ પ્રકારના શુભ કામ કરવામાં આવતા નથી. હોળાષ્ટકની પરંપરા પ્રકૃતિ અને વાતાવરણના ફેરફાર સાથે જોડાયેલી છે. આ દિવસોમાં ગ્રહની ચાલ અને ઋતુઓમાં ફેરફાર થવાથી માનસિક અને શારીરિક સંતુલન ખરાબ થઇ જાય છે. આ કારણે જ આ દિવસોમાં શુભ અને માંગલિક કાર્યો કરવાની મનાઇ છે.

Holashtak 2024 

Holashtak 2024  : હિંદુ ધર્મમાં હોળાષ્ટકને શુભ માનવામાં આવતું નથી. એવું માનવામાં આવે છે કે હોળાષ્ટકના 8 દિવસ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ હોળાષ્ટકના આ 8 દિવસોમાં ક્યા કામ ન કરવા જોઈએ…

Holashtak 2024  : આ શુભ કાર્ય ભૂલથી ન પણ ન કરશો


- હોળાષ્ટક દરમિયાન હિંદુ ધર્મ સાથે સંબંધિત સોળ સંસ્કારો જેમ કે લગ્ન, મુંડન સહિત કોઈપણ શુભ કાર્ય કરતા નથી.
- હોળાષ્ટકમાં સોના-ચાંદીના આભૂષણ, ઘરનો સજાવટનો સામાન, કીમતી સામાન ખરીદવાથી બચવું જોઈએ. 
- ફાગણ શુક્લ આઠમથી લઇને પૂનમ દરમ્યાન હોળાષ્ટકમાં નવા ઘરમાં પ્રવેશ કરવો જોઈએ નહીં અને ઘરનુ નિર્માણ શરૂ ના કરવુ જોઈએ.
- નવદંપતીઓને ઘરમાં પહેલી હોળી જોવાની પણ મનાઈ છે.
- હોળાષ્ટકમાં યજ્ઞ, હવન જેવા ધાર્મિક અનુષ્ઠાન પણ ના કરવા જોઈએ. 
- હોળાષ્ટકમાં નવી દુકાન કે વ્યાપારનો શુભારંભ ન કરવો જોઈએ. નવી નોકરી જોઈન કરવી કે કોઈ અન્ય નવા કાર્ય કરવા પણ યોગ્ય નથી માનવામાં આવતા.  
- જો આ દરમિયાન પરિવારના કોઈ સભ્યનું મૃત્યુ થઈ જાય તો તેની આત્માની શાંતિ માટે વિશેષ વિધિ કરવી જોઈએ.

Holashtak 2024  : ગ્રહોની ઉગ્ર ચાલ!

Holashtak 2024 


જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ જોઈએ તો ગ્રહોની સ્થિતિને કારણે હોળાષ્ટકના આ આઠ દિવસ અત્યંત અશુભ મનાય છે! આ આઠ દિવસ દરમિયાન આઠ ગ્રહ ખૂબ જ ઉગ્ર રહે છે! ઉગ્ર ગ્રહોમાં સૂર્ય, ચંદ્ર, શનિ, શુક્ર, ગુરુ, બુધ, મંગળ અને રાહુનો સમાવેશ થાય છે. જ્યોતિષવિદ્યા અનુસાર ગ્રહોની ઉગ્ર પરિસ્થિતિ માંગલિક કાર્યો પર ખરાબ અસર પાડે છે. સાથે જ આવાં કાર્યો કરાવનારને અશુભ પરિણામો ભોગવવા પડી શકે છે. એ જ કારણ છે કે હોળાષ્ટક દરમિયાન કોઈપણ પ્રકારના શુભ કાર્ય કરવામાં નથી આવતા.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો