રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે.કાળઝાળ ગરમીના કારણે લોકો ગરમીમાં શેકાયા છે.રાજ્યમાં ગરમીનો પારો ઉંચકાચતા હિટસ્ટ્રોકના કેસોમાં પણ વધારો થયો છે.ગુજરાતમાં 14 ટકા અને અમદાવાદમાં 21 ટકા વધુ કોલ મળ્યા છે.ગુજરાતમાં 108ને ગરમીને લગતા 1400 કોલ મળ્યા હતા.જે ગયા સપ્તાહે 1500ને પાર પહોંચ્યા છે.અમદાવાદમાં પણ કાળઝાળ ગરમી પડી રહી છે.અને ગરમીના કારણે હિટ સ્ટ્રોક સહિતના કેસો વધી રહ્યાં છે.અને લોકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડી રહી છે.