નમસ્કાર ઓફબીટના પ્રેરણાત્મક કાર્યક્રમમાં આપનું સ્વાગત છે .ગુજરાત અને ભારતમાં ‘ચા’ની શરૃઆત સુરતથી થઈ હશે તે ભાગ્યે જ કોઈને ખબર હશે. સુરત વીરજી વોરાએ ૧૬૪૮માં ડચ વેપારીઓ પાસેથી ૨૦ મણ ચા ની ખરીદી કરીને વીરજી વોરાએ સુરતીઓને પીવડાવ્યા બાદ તે સમયથી ચાની સાથે કોફીની શરૃઆત થઈ હતી
ગુજરાતીમાં કહેવત છે કે જેની ‘ચા’ બગડી તેનો દિવસ બગડયો તેનો એક અર્થ એવો પણ થાય છે કે સુરત, ગુજરાત કે ભારત જ નહીં પરંતુ વિશ્વના મોટા ભાગના લોકોની સવાર ‘ચા’થી જ થાય છે. મોટા ભાગના લોકોને સવારની આ ચાની આદત બની ગઈ છે તે ચાને સુરત ગુજરાત નહીં પરંતુ ભારતમાં પ્રવેશ ૧૭મી સદીમાં સુરતના એક વેપારીએ કરાવ્યો તે ‘ચા’ના શોખીન ભાગ્યે જ કોઈ જાણતા હશે. ‘ચા’ના વપરાશમાં ભારત ભલે બીજા દેશ કરતાં પાછળ છે પરંતુ ‘ચા’પીવામાં ભારત વિશ્વના અન્ય દેશો કરતાં અગ્રેસર છે. મોટા ભાગના લોકો એવું માને છે કે ભારતમાં ચાની એન્ટ્રી ઈસ્ટ ઈન્ડિયા કંપની ૧૮૩૨માં આસામ ચા કંપનીની સ્થાપના કરી ત્યાર બાદ જ મળી છે. જોકે, આ હકીકત સાથે ગુજરાતના ઘડવૈયા પુસ્તકમાં ખોટી સાબિત કરવામાં આવે છે. સુરતના ઈતિહાસ અને આ પુસ્તકમાં સુરતના વેપારી વીરજી વોરાનો ઉલ્લેખ સુરત જ નહીં ભારતમાં ૧૭મી સદીમાં ચાની એન્ટ્રીમાં કરાયો છે. સુરતમાં ૧૫૮૫માં જન્મેલા સાહસિક વેપારી વીરજી વોરાનગર શેઠ બન્યા અને તેઓ આંતરરાષ્ટ્રીય જથ્થાબંધ વેપારી રહ્યાં હતા. તે સમયમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ચા અને કોફીનું વેચાણ ઘણું જ ઓછું હતું.
અહી ઉલ્લેખનીય છેકે ગુજરાતીઓ સદીઓથી વેપારમાં અગ્રેસર છે અને ગુજરાતીઓ વેપારી તરીકે દુનિયાભરમાં અલગ ઓળખ બનાવીને ડંકો વગાડી રહ્યા છે. આજે દુનિયાભરમાં કોઈ પણ દેશમાં ગુજરાતીઓ દરેક કાર્યમાં આગળ જોવા મળી રહ્યા છે તે એક ગુજરાતી તરીકે આપણે સૌએ ગર્વ લેવો જોઈએ .
મિત્રો આજની પ્રેરણાદાયી વાત તમને કેવી લાગી અમને જણાવી શકો છે. સતત સમાચારની અપડેટ માટે અમારી યુટ્યુબ ચેનલ તથા વેબ સાઈટ સબ્સક્રાઇબ,લાઇક અને શેર કરી શકો છો, ફેસબુક ઉપર પણ લાઇક કરી શકો છો, વી. આર. લાઇવના ખાસ કાર્યક્રમ ઓફબીટમાં ફરી મળીશું પ્રેરણાદાયી વાત સાથે.