પાકિસ્તાનમાં હિન્દુ મેરેજ એક્ટ નોટિફાઇડ કરાયો- હિન્દુઓને થશે ફાયદો

0
157

પાકિસ્તાનના ઈસ્લામાબાદ રાજધાની પ્રશાસને હિંદુ મેરેજ એક્ટ 2017 પસાર થયાના પાંચ વર્ષથી વધુ સમય બાદ તેને નોટીફાઈડ કરવામાં આવ્યા છે. મીડિયા અહેવાલમાં જણાવાયું છે કે કાયદાની નોટીફાઈડથી લઘુમતી સમુદાયના સભ્યોને ફાયદો થશે જેઓ હવે પરંપરાગત વિધિઓ અનુસાર લગ્ન કરી શકશે.

નિયમો અનુસાર ઇસ્લામાબાદમાં સંબંધિત યુનિયન કાઉન્સિલ લગ્નને અધિકૃત કરવા માટે પંડિતની નોંધણી કરશે. રિપોર્ટ અનુસાર હિંદુ ધર્મની પૂરતી જાણકારી ધરાવતો હિંદુ પુરુષ ‘પંડિત’ અથવા ‘મહારાજ’ બની શકે છે. પંડિતની નિમણૂક સ્થાનિક પોલીસના ચારિત્ર્ય પ્રમાણપત્ર અને હિંદુ સમુદાયના ઓછામાં ઓછા 10 સભ્યોની લેખિત મંજૂરી પછી જ કરવામાં આવશે.

ઈસ્લામાબાદ કેપિટલ ટેરિટરી હિન્દુ મેરેજ રૂલ્સ 2023 શીર્ષકવાળા નોટિફિકેશન પંજાબ, ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાન પ્રાંતોમાં 2017માં પસાર થયેલા મેરેજ એક્ટના અમલ માટે માર્ગ મોકળો કરશે. ઈસ્લામાબાદ કેપિટલ ટેરિટરી (ICT) એડમિનિસ્ટ્રેશનના એક અધિકારીએ જણાવ્યું કે કેન્દ્રશાસિત પ્રદેશની તમામ સંઘ પરિષદોને અમલીકરણ માટે સૂચના મોકલી દેવામાં આવી છે.