
UGC નેટ પરીક્ષા રદ કરવા અને NEET પરીક્ષામાં ગેરરીતિઓને લઈને ચાલી રહેલ વિવાદ અટકતો જણાતો નથી. દરમિયાન કેન્દ્રીય શિક્ષણ વિભાગે એક સમિતિની રચના કરી છે.

NEET પેપર લીકના વિવાદ વચ્ચે શિક્ષણ મંત્રાલયે મોટું પગલું ભર્યું છે. શિક્ષણ મંત્રાલયે પરીક્ષાઓ પારદર્શક, સરળ અને નિષ્પક્ષ રીતે યોજાય તે માટે નિષ્ણાતોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. કમિટી પરીક્ષા પ્રક્રિયાના મિકેનિઝમ્સમાં સુધારો કરવા, ડેટા સુરક્ષા પ્રોટોકોલ્સમાં સુધારો કરવા અને NTAની રચના અને કામગીરી અંગે ભલામણો કરશે. આ કમિટી 2 મહિનામાં તેનો રિપોર્ટ મંત્રાલયને સુપરત કરશે.
NEET paper leak મામલે સમિતિની રચના
શિક્ષણ મંત્રાલય દ્વારા રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિના અધ્યક્ષ ડૉ. રાધાકૃષ્ણન હશે. તેઓ ISROના ભૂતપૂર્વ અધ્યક્ષ અને IIT કાનપુરના બોર્ડ ઓફ ગવર્નર્સના અધ્યક્ષ છે. તેમની સાથે સમિતિમાં છ સભ્યોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં એઈમ્સ દિલ્હીના પૂર્વ ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાનું નામ સામેલ છે. હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર બી.જે. રાવને પણ સમિતિમાં સ્થાન મળ્યું છે.
સમિતિમાં અધ્યક્ષ સહિત 6 સભ્યોનો સમાવેશ
રોફેસર એમેરેટસ, સિવિલ એન્જિનિયરિંગ વિભાગ, IIT મદ્રાસ, પ્રો. રામામૂર્તિ પણ સમિતિના સભ્ય છે. પંકજ બંસલ, સહ-સ્થાપક, પીપલ સ્ટ્રોંગ અને બોર્ડ મેમ્બર – કર્મયોગી ભારત પણ આ સમિતિમાં સામેલ છે. પ્રો. આ સમિતિમાં IIT દિલ્હીના ડીન સ્ટુડન્ટ અફેર્સ આદિત્ય મિત્તલ પણ હાજર છે. શિક્ષણ મંત્રાલયના સંયુક્ત સચિવ ગોવિંદ જયસ્વાલને સભ્ય સચિવ તરીકે સામેલ કરવામાં આવ્યા છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો