High Court Hardline: લેમ્બોર્ગિનીના માલિકનો અહંકાર હાઈકોર્ટે ઉતાર્યો બેદરકારીથી કાર ચલાવનાર નબીરાને ‘રસ્તા સાફ કરવાની’ સજા

0
140
High Court Hardline
High Court Hardline

High Court Hardline: પૂરપાટ ઝડપે લક્ઝરી કાર દોડાવીને સોશિયલ મીડિયા પર પાવર બતાવવો એક માલેતુજાર શખ્સને ભારે પડ્યો છે. કર્ણાટક હાઈકોર્ટે બેદરકારીપૂર્વક લેમ્બોર્ગિની ચલાવનાર શખ્સની શાન ઠેકાણે લાવતા એક અનોખો ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો આરોપીને ફોજદારી કેસમાંથી મુક્તિ જોઈતી હોય, તો તેણે રસ્તા પર ઉતરીને કચરો સાફ કરવો પડશે.

High Court Hardline

High Court Hardline: શું હતો સમગ્ર મામલો?

ડિસેમ્બર 2025માં ચિરંથ બી.આર. નામના શખ્સનો તેની ગ્રીન કલરની લેમ્બોર્ગિની કાર સાથેનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં તે:

  • મોડિફાઈડ સાયલેન્સરના કાન ફાડી નાખતા અવાજ સાથે ગાડી ચલાવતો હતો.
  • જાહેર રસ્તા પર અત્યંત બેદરકારી અને જોખમી રીતે પૂરપાટ ઝડપે કાર દોડાવતો હતો. આ બદલ કૈંગેરી પોલીસે તેની સામે ગુનો નોંધ્યો હતો. આરોપીએ દંડ ભરીને કેસ રદ કરવાની વિનંતી કરી હતી, પરંતુ હાઈકોર્ટે તેને આસાનીથી છોડવાનો ઈન્કાર કર્યો હતો.

High Court Hardline: ‘ટ્રાફિક નિયમો તમે નહીં, રસ્તો તમને શીખવશે’

સુનાવણી દરમિયાન આરોપીના વકીલે એવી દલીલ કરી હતી કે ચિરંથ શાળાના બાળકોને ટ્રાફિકના નિયમો શીખવશે. આ દલીલ પર જસ્ટિસ એમ. નાગપ્રસન્નાની બેંચે આકરી ઝાટકણી કાઢતા કહ્યું કે:

“જે વ્યક્તિએ પોતે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યું હોય, તે બીજાને શું શીખવશે? સજા એવી હોવી જોઈએ કે જેનો પસ્તાવો થાય.”

High Court Hardline: કોર્ટનો આદેશ: સામુદાયિક સેવા

કોર્ટે કડક વલણ અપનાવતા આદેશ આપ્યો કે આરોપીએ સજાના ભાગરૂપે રસ્તા પરની સફાઈ કરવી પડશે. આ ચુકાદો એવા નબીરાઓ માટે લાલબત્તી સમાન છે જેઓ લક્ઝરી કારના જોરે કાયદાને ખિસ્સામાં લઈને ફરે છે. હાઈકોર્ટે સાબિત કરી દીધું કે કાયદો દરેક માટે સમાન છે, પછી તે સાધારણ વ્યક્તિ હોય કે લેમ્બોર્ગિનીનો માલિક.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

મથુરા બોટ દુર્ઘટના ભજન-કીર્તનની રમઝટ વચ્ચે કાળનો પંજો, યમુનામાં હોડી પલટતા 10ના મોત