ઉજ્જૈનમાં ભારે વરસાદ ખાબક્યો

0
74
ઉજ્જૈનમાં ભારે વરસાદ ખાબક્યો
ઉજ્જૈનમાં ભારે વરસાદ ખાબક્યો

ઉજ્જૈનમાં ભારે વરસાદ ખાબક્યો

દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશમાં રેડ એલર્ટ જાહેર

શિપ્રા નદીના જળસ્તરમાં વધારો

ઉજ્જૈનમાં ભારે વરસાદ ખાબક્યો હતો દેશના અનેક રાજ્યોમાં ફરી એકવાર મુશળધાર વરસાદ શરૂ થયો છેપશ્ચિમ મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોમાં વરસાદની ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગે દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આગામી ત્રણ દિવસમાં અહીં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.ત્યારે ઉજ્જૈનમાં ભારે વરસાદ ખાબક્યો છે. ઉજ્જૈનમાં વરસાદથી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી ના દ્રશ્યો સામે આવ્યા છે .ત્યારે ઉજૈનમાં નદીઓના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે.ત્યારે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે

ઈન્દોરમાં ભારે વરસાદે 31 વર્ષનો રેકોર્ડ તોડ્યો

છેલ્લા બે દિવસમાં 6.73 ઈંચ વરસાદ નોંધાયો

આગામી બે દિવસ વરસાદી મોહોલ યથાવત રહેશે   ઈન્દોરમાં ભારે વરસાદે 61 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. 1962માં 20 સપ્ટેમ્બરે 6.65 ઈંચ વરસાદ પડ્યો હતો જ્યારે શુક્રવારથી શનિવાર સવાર સુધીમાં 6.73 ઈંચ વરસાદ પડ્યો હતો. સપ્ટેમ્બર મહિનામાં 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ વરસાદનો આ રેકોર્ડ છે. 1962 પહેલા ઈન્દોરમાં 1896માં એક દિવસમાં છ ઈંચ વરસાદ પડયો હતો.શુક્રવારે સાંજે 4 વાગ્યાથી પડેલા વરસાદથી શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. એક દિવસમાં છ ઈંચથી વધુ વરસાદના કારણે અનેક વસાહતોમાં પાણી ભરાઈ ગયા છે. શહેરવાસીઓએ સપ્ટેમ્બર મહિનામાં આટલો વરસાદ અગાઉ ક્યારેય જોયો નથી. ઘણા વર્ષો પછી સપ્ટેમ્બર મહિનામાં આટલો વરસાદ થઈ રહ્યો છે. અગાઉ 1962માં ઈન્દોરમાં છ ઈંચ વરસાદ પડ્યો હતો. 61 વર્ષ બાદ શહેરમાં છ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ