પંજાબમાં અનરાધાર વરસાદઃનદીઓમાં પુરની સ્થિતિ

0
62
Heavy rains in Punjab: Flood situation in rivers
Heavy rains in Punjab: Flood situation in rivers

પંજાબથી તબાહીના દ્રશ્યો સામે આવ્યા

પંજાબની નદીઓમાં પુરની સ્થિતિ

શાળા-કોલેજો બંધ કરવાનો નિર્ણય

સેનાને એલર્ટ મોડ પર રખાઈ

પંજાબમાં અનરાધાર વરસાદના કારણે સ્થિતિ કાબુની બહાર પહોંચી છે, જેના કારણે સામાન્ય જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર ટ્રાફિક જામ થયો હતો અને ઘણી ફ્લાઈટમાં વિલંબ થયો હતો. પૂર પ્રભાવિત જિલ્લાઓમાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે.પંજાબના મુખ્યમંત્રીએ પાણી ભરાયેલા વિસ્તારોમાં પાણીના પંપનો ઉપયોગ કરવાની સૂચના આપી હતી. તેમણે સ્પષ્ટ કહ્યું કે લોકોને દરેક શક્ય મદદ કરવી જોઈએ. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ પંજાબના મુખ્યમંત્રી સાથે વાત કરી અને શક્ય તમામ મદદની ખાતરી આપી. પંજાબના અનેક જિલ્લાઓમાં રસ્તાઓ પર 2-3 ફૂટ પાણી જમા થઈ ગયું છે. મોહાલી, રૂપનગર, પટિયાલા અને ફતેહગઢ સાહિબમાં સ્થિતિ સૌથી ખરાબ છે. સતલજ સહિત અનેક નદીઓમાં જળસ્તરમાં વધારો થયો છે.

સતલજ સહિત અનેક નદીઓમાં જળસ્તરમાં વધારો

પંજાબમાં ભારે વરસાદ

મોહાલીમાં બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી

દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં

સમગ્ર દેશમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.કેટલાક રાજ્યોમાં વરસાદે તરાજી સર્જી છે.પંજાબમાં પણ ઘણા વિસ્તારોમાં પુર જેવી પરીસ્થિતિનું નિર્માણ થયું  છે.પંજાબમાં સર્જાયેલી પુર જેવી સ્થિતિનો ડ્રોન વીડિયો પણ સામે આવ્યો છે. પંજાબમાં ભારે વરસાદને કારણે ઈમારત ધરાશાયી થઈ હતી. પંજાબ રાજ્યમાં ભારે વરસાદના કારણે મોહાલીમાં બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી થયો છે.ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી

વાંચો અહીં ઉત્તરપ્રદેશમાં આફતનો વરસાદઃ24 કલાકમાં 34 લોકોના મોત