5600 કરોડથી વધુ નુકસાનનો અંદાજ
160થી વધુ લોકોના મોત
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદનો કહેર જોવા મળી રહ્હિયો છે. ભારે વરસાદનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. વરસાદને કારણે રાજ્યમાં સતત નુકસાન પણ થઈ રહ્યું છે. રાજ્યમાં સરકારી મિલકતોની સાથે ખાનગી મિલકતોને પણ ભારે નુકસાન થયું છે. હિમાચલ પ્રદેશ સરકારને અત્યાર સુધીમાં 5600 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું અંદજ છે. જેમાં જલ શક્તિ વિભાગને રૂ. અંદાજીત 1543.92 કરોડ, જાહેર બાંધકામ વિભાગને રૂ. 1739.64 કરોડ, વિદ્યુત વિભાગને રૂ. 1482.72 કરોડ, બાગાયત વિભાગને રૂ. 144.88 કરોડ, શહેરી વિકાસ વિભાગને રૂ. 6.47 કરોડ અને કૃષિ વિભાગને રૂ. 167.29 કરોડનું નુકસાન થયું છે.
અત્યાર સુધીમાં 160થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે
ભારે વરસાદના કારણે સર્જાયેલી ઘટનાઓમાં અત્યાર સુધીમાં 160થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સિવાય 195 લોકો ઘાયલ થયા છે, જ્યારે 12 લોકો હજુ પણ લાપતા છે. તેમાંથી પાંચ માર્ગ અકસ્માતમાં ગુમ થયા, છ ડૂબી ગયા અને એક ભૂસ્ખલનમાં. હિમાચલ પ્રદેશમાં અત્યાર સુધીમાં 652 મકાનો સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ ગયા છે, જ્યારે 6 હજાર 686 મકાનોને આંશિક નુકસાન થયું છે. આ ઉપરાંત 236 દુકાનો અને 2 હજાર 037 પશુ ઘરો નાશ પામ્યા છે. હિમાચલ પ્રદેશમાં 24 જૂનથી અત્યાર સુધીમાં 67 ભૂસ્ખલન અને 51 પૂરની ઘટનાઓ નોંધાઈ છે.
અવિરત વરસાદ
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. રાજ્યમાં 31 જુલાઈ સુધી હવામાન ખરાબ રહેવાની સંભાવના છે. હિમાચલ પ્રદેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ વરસાદ તેની સાથે આકાશમાંથી તબાહી પણ લાવી રહ્યો છે. રાજ્યભરમાંથી તબાહીની અનેક તસવીરો સામે આવી છે. રાજ્યભરમાંથી આવી રહેલી આ હૃદયદ્રાવક તસવીરો હજુ પણ સતત આવી રહી છે. આગામી સમયમાં પણ રાજ્યભરમાં ભારે નુકશાન થવાની સંભાવના છે. મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુના જણાવ્યા અનુસાર હિમાચલ પ્રદેશ સરકારે ચોમાસામાં આઠ હજાર કરોડ રૂપિયાના નુકસાનનો અંદાજ લગાવ્યો છે.હિમાચલમાં ભારે વરસાદને કારણે લોકો બે ઘર થયાં છે. અને હાલમાં પણ ઘણા માર્ગોને ભૂસ્ખલન અને ભારે વરસાદને કારણે નુકસાન થયું છે.જના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. અને લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
વાંચો અહીં I.N.D.I.A: ગઠબંધનના સાંસદો મણિપુરના રાજ્યપાલને મળ્યા