ગુજરાત પર મેઘરાજા મહેરબાન

1
135
ગુજરાત પર મેઘરાજા મહેરબાન
ગુજરાત પર મેઘરાજા મહેરબાન

સતત ચોથા દિવસે ગુજરાતમાં મેઘરાજા મહેરબાન છે અને ખાસ કરીને દક્ષીણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના  તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ યથાવત છે. છેલ્લા ચોવીસ કલાકમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. અને રાજ્યભરમાં એક ઈંચથી લઈને સાત ઇંચ સુધી વરસાદ ખાબક્યો છે.

24 કલાકમાં રાજ્યના 184 તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે જેમાં વલસાડના પારડીમાં સૌથી વધુ સાત ઈંચ અને વલસાડ શહેરમાં અને જીલ્લામાં માં પણ પોણા સાત ઈંચ વરસાદ પડ્યો.છે . સુરત જીલ્લામાં પણ વરસાદને કરને રસ્તાઓ પર પાણી ભરાયા છે.  કામરેજ અને ખેરગામમાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે. જયારે પલસાણા અને ધરમપુરમાં સાડા પાંચ ઈંચ વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની સવારી યથાવત છે અરવલ્લી જીલ્લામાં અને સાબરકાંઠા જીલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં વહેલી સવારથી મેઘરાજાએ ધીમીધારે શરૂઆત કરી હતી. ત્યારબાદ નરોડા સહિતના પૂર્વ વિસ્તારમાં વરસાદની એન્ટ્રી ધમાકેદાર રહી હતી. ગાંધીનગર સહિત એસ. જી હાઇવે , પ્રહલાદનગર, બોડકદેવ, બોપલ, સરખેજ થલતેજ સહિતના વિસ્તારોમાં રોડ વરસાદ થયો. શહેરીજનો ઠંડકનો અનુભવ કરી રહ્યા છે સાથે ઓફીસ જવાના સમયે વરસાદ વરસતા ક્યાંક પરેશાની જોવા મળી હતી.

ગુજરાત પર મેઘરાજા મહેરબાન

ગીર સોમનાથ જિલ્લામાં વહેલી સવારથી વરસાદ શરુ થયો છે જીલ્લાના વેરાવળ, સુત્રાપાડા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ થતા ખેડૂતો વાવણીમાં લાગી ગયા છે.
ગીર સોમનાથના દરિયા પટ્ટીના ગામોમાં વરસાદના સમાચાર મળી રહ્યા છે. ખેડૂત આગેવાનો કહી રહ્યા છેકે ખેડૂતોના ચોમાસુ વાવેતર ઉભા પાકમાં ફાયદો થશે
મગફળી, કપાસ, સોયાબીન જેવા પાકોમાં આ વરસાદથી ફાયદો થશે.

રાજકોટ સહિત ઉપલેટા , જેતપુર વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ પંથકમાં 5 ઈંચ ધોધમાર વરસાદ ખાબકતા પાણી ભરાયા છે.
ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ છે અને વાવણી લાયક વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદ અનુભવી રહ્યા છે.
સૌરાષ્ટ્રની નદીઓમાં પાણી આવક થતા લોકો જોવા માટે ઉમટ્યા હતા .

ગુજરાત પર મેઘરાજા મહેરબાન

સુરત જીલ્લામાં મેઘરાજા તોફાની અને ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. સુરતમાં બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે તંત્રની બેદરકારીના કારણે સવર્ત્ર પાણી પાણી દેખાઈ રહ્યા છે. ખાડીઓના પુરાણ થઈ જવાના કારણે ઓવરફ્લો થઈ રહી છે. સણીયા હેમાદ અને કુંભારીયામાં ઘરમાં પાણી ઘુસી જતાં લોકો પારાવાર પરેશાન થઈ રહ્યાં છે. ઘણા પરિવારોએ પોતાના ઘરના ઘર હોવા છતાં પાણી ઘુસી જતાં બહાર રાતવાસો કરવાની ફરજ પડી છે. તો ઘરવખરી પણ પાણીમાં પલળી ગયા છે.

1 COMMENT

Comments are closed.