Rain In Valsad: વલસાડમાં વરસાદે વિનાશ વેર્યો , નદીઓ ગાંડીતૂર; લોકોના જીવ તાળવે ચોંટ્યા

0
213
Rain In Valsad: વલસાડમાં વરસાદે વિનાશ વેર્યો , નદીઓ ગાંડીતૂર; લોકોના જીવ તાળવે ચોંટ્યા
Rain In Valsad: વલસાડમાં વરસાદે વિનાશ વેર્યો , નદીઓ ગાંડીતૂર; લોકોના જીવ તાળવે ચોંટ્યા

Rain In Valsad: ભારે વરસાદને કારણે વલસાડની સ્થિતિ કપરી બની છે. નદીઓ ગાંડીતૂર બનતાં લોકોને ઘર છોડવાનો વારો આવી રહ્યો છે. નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાતા પાણી લોકોના ઘરોમાં ઘૂસ્યા છે. વલસાડના કલ્યાણવાડી વિસ્તારમાં પાણી ભરાયા છે. સોસાયટીના ઘરો પાણીમાં ડૂબ્યા છે. મકાનોના પહેલા માળ સુધી પાણીમાં ડૂબેલા દેખાયા છે. કલ્યાણવાડી નદીના પાણી ફરી વળ્યા છે. આવામાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સાથે ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું છે.

Rain In Valsad: વલસાડમાં વરસાદે વિનાશ વેર્યો , નદીઓ ગાંડીતૂર; લોકોના જીવ તાળવે ચોંટ્યા
Rain In Valsad: વલસાડમાં વરસાદે વિનાશ વેર્યો , નદીઓ ગાંડીતૂર; લોકોના જીવ તાળવે ચોંટ્યા

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક રીતે ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની આઠમના દિવસે જન્માષ્ટમીના પર્વની રાજ્યભરમાં ઉત્સાહભરે ઉજવણી કરવામાં આવશે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે 26 ઓગસ્ટના જન્માષ્ટમીના દિવસે રાજ્યના અમરેલી, ભાવનગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ સહિતના જિલ્લાઓ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આગામી 48 કલાક દરમિયાન રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

Rain In Valsad: વલસાડ જિલ્લામાં મેઘ’કહેર’

મેઘરાજાએ વલસાડ (Rain In Valsad) જિલ્લામાં જળબંબાકાર સર્જ્યો છે. વલસાડના તમામ તાલુકાઓમાં વ્યાપક પ્રમાણમાં વરસાદ નોંધાયો છે. અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, નદીનાળા ઉભરાયા છે, રોડ-રસ્તા બંધ થયા છે. ઔરંગા નદીએ તોફાની સ્વરૂપ ધારણ કરતા વલસાડ શહેરના બરૂડિયા વાળ વિસ્તારમાંથી લોકોને સલામત સ્થળે ખસેડાયા છે.

છેલ્લા 24 કલાકમાં વાપી તાલુકામાં સૌથી વધુ 13 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. વરસાદી આંકડા પર નજર કરીએ તો વલસાડમાં 8 ઇંચ, ધરમપુર તાલુકામાં 9 ઇંચ, પારડી તાલુકામાં 12 ઇંચ, ઉમરગામ તાલુકામાં 7 ઇંચ અને વાપી તાલુકામાં 13 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

Rain In Valsad: નદીઓ થઇ ગાંડીતૂર

વલસાડ જિલ્લાની મોટાભાગની નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. વલસાડ જિલ્લામાંથી વહેતી દમણગંગા, ઔરંગા નદી, પાર નદી, કોલક નદી, માન નદી અને તાન નદી સહિત તમામમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે. ઔરંગા નદી તેની ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. જેને પગલે વલસાડના કેટલાક નીચાણવાળા ક્ષેત્રમાં વરસાદી પાણી ભરાયા છે.

150 લોકોનું સુરક્ષિત સ્થળાંતર

વલસાડ શહેર નજીકથી પસાર થતી ઓરંગા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ઘોડાપૂર આવ્યા છે. જેને પગલે નદીની નજીકના વિસ્તારમાં નીચાણવાળા ક્ષેત્રમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. બરૂડિયા વાળ વિસ્તારમાં આવેલા કેટલાક ઘરોમાં વરસાદી પાણી ભરાવાની શરૂઆત થતા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં જોવા મળ્યું હતું. આ વિસ્તારમાં રહેતા 150 થી વધુ લોકોને તકેદારીના ભાગરૂપે સલામત સ્થળે ખસેડાયા હતા.

વલસાડ શહેરના અનેક નીચાણવાળા ક્ષેત્રોમાં કોઈ ખાના-ખરાબી અને જાનહાની ન બને તે માટે વહીવટી તંત્રની ટીમ સતર્ક બની છે. મામલતદાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને NDRF સહિતની ટીમો વિવિધ સ્થળો ઉપર નજર રાખીને બેઠા છે. તેમજ વહેતા પાણીમાં કોઈ તણાઈ ન જાય તે માટે પણ તકેદારી રાખવામાં આવી રહી છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો