Heat Wave: જાણો ગરમીમાં કેમ અલગ-અલગ એલર્ટ આપવામાં આવે છે ? જાણો રેડ-યેલો-ઓરેન્જ એલર્ટ વિશે !      

0
150
Heat Wave
Heat Wave

Heat Wave:  દેશભરમાં અત્યારે ભીષણ ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે. આ અંગે હવામાન વિભાગ (India Meteorological Department) પણ સક્રિય છે અને સમયાંતરે લોકોને હવામાન અંગે અલગ-અલગ એલર્ટ (IMD Alert) પણ જારી કરે છે. ચાલો આજે અમે તમને ગરમીને લઈ રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ ક્યારે આપવામાં આવે છે અને આ રંગને જોઈ કેવા પ્રકારની તમે હવામાનની ગંભીરતાનો અંદાજ લગાવી શકો છો તે અંગે માહિતી આપશું.

Heat Wave : રેડ એલર્ટ | Red Alert

Heat Wave


હવામાન વિભાગના મતે રેડ એલર્ટ એવી સ્થિતિમાં આપવામાં આવે છે કે જ્યારે તેજ ગરમી અથવા લૂનો પ્રકાર એટલી હદ સુધી હોય છે કે જેથી જાન-માલને નુકસાન થવાનું સૌથી વધારે જોખમ રહેલું હોય છે. આ ખરાબ હવામાનની સ્થિતિને દર્શાવે છે, કે જ્યારે તાપમાન તમામ રેકોર્ડ તોડી રહ્યું હોય છે. આ સ્થિતિમાં લૂની ઝપટમાં આવનાર વિસ્તારને સાવધાન કરવા અને તેને લઈ વહિવટીતંત્રએ આવશ્યક પગલાં ભરવા માટે આદેશ આપવામાં આવે છે.

Heat Wave : ઓરેન્જ એલર્ટ | Orange Alert

Heat Wave


ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ ત્યારે જાહેર કરે છે કે જ્યારે ઘરેથી બહાર નિકળતાં પહેલા સાવધાની રાખવાની જરૂર હોય છે. તેનો અર્થ એવો થાય છે કે બી પ્રિપેયર્ડ (Be Prepared) એટલે કે આગામી દિવસોમાં પડનારી ભીષણ ગરમીને લઈ લોકોને અગાઉથી જ ઓરેન્જ એલર્ટના માધ્યમથી સાવધાન કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આ એલર્ટમાં લોકોએ જરૂર હોય તો જ ઘરની બહાર નિકળવા માટે સલાહ આપવામાં આવે છે, જે દરમિયાન સ્વાસ્થને લઈ વિશેષ સાવધાની દાખવવાની હોય છે.

Heat Wave : યલો એલર્ટ | Yellow Alert

Heat Wave


યલો એલર્ટને ઈશ્યુ કરવા પાછળનો ઉદ્દેશ લોકોને સાવધાન કરવાના હોય છે. હવામાન વિભાગ તરફથી આ એક પ્રકારની ચેતવણીના સ્વરૂપમાં જોવા મળે છે. આ સ્થિતિમાં આગામી દિવસોમાં લોકોએ અગાઉથી તૈયાર રહેવાની સલાહ આપવામાં આવે છે અને સંબંધિત અધિકારીઓ સ્થિતિ પર નજર રાખે છે.

Heat Wave : ગ્રીન એલર્ટ | Green Alert

Heat Wave


હવામાન વિભાગ તરફથી રેડ, ઓરેન્જ અને યેલો જ નહીં પણ ગ્રીન એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ સ્થિતિમાં જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે સ્થિતિ એકદમ સમાન્ય હોય છે અને તેને લીધે કોઈ પ્રકારનું જોખમ રહેતું નથી. જોવા જઈએ તો લોકોને પ્રચંડ ગરમીથી લોકોને રાહત મળે છે. આ એલર્ટમાં બાકી એલર્ટની તુલનામાં કોઈ એક્શન લેવાની કોઈ જ જરૂરી હોતી નથી.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો