રાજ્યમાં આ જિલ્લામાં મળશે ગરમીથી રાહત-હવામાન વિભાગની આગાહી

0
76

.હાલ રાજ્યમાં માવઠાના કોઇ સમાચાર નથી તેથી સૌ કોઇએ રાહતનો શ્વાસ લીધો છે. જ્યારે ગરમીમાં પણ ગુરુવારે ઘટાડો જોવા મળ્યો હતો.આ સાથે રાજ્યમાં પડતી કાળઝાળ ગરમી અંગે આંશિક રાહત મળશે.ત્રણ દિવસ ગરમીનો પારો બે થી ત્રણ ડિગ્રી ઘટશે.જો કે ત્રણ દિવસ બાદ ફરી આગ ઝરતી ગરમી પડશે.રાજ્યના અનેક ભાગોમાં ગરમીનો પારો ત્રણ દિવસ બાદ ઉંચકાય શકે છે.હવામાન વિભાગે જણાવ્યુ છે કે  આવતા પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં વાતાવરણ સાધારણ રહેશે.એટલે વરસાદની શક્યતા નથી. તો સામે ગરમી પણ ઘટશે.પરંતુ ત્રણ દિવસ ભાગ રાજ્યના કેટલાક ભાગમાં પારો ઉચકાઇ શકે છે. જ્યારે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં 23 અને 24 એપ્રિલ યેલો એલર્ટ અપાયુ છે.ત્રણ દિવસ બાદ ગરમીનો પારો 41 થી 42 ડિગ્રીએ જઇ શકે છે.જ્યારે હાલમાં 3 દિવસ માટે કોઇ એલર્ટ નથી.