બદામ ખાવાથી ઝડપથી ઉતરશે તમારું વજન…

0
325
Benefits of Almonds
Benefits of Almonds

બદામ ના અનેક ફાયદાઓ છે, આપણા  ઘરના વડીલો આપણને સવારે પલાળેલી બદામ ખાવા માટેનો આગ્રહ કરે છે અને આપણા આયુર્વેદમાં પણ તેના અનેક ફાયદા વર્ણવેલા છે. તેવામાં એક નવો સર્વે બહાર આવ્યો છે કે બદામ ખાઈને તમે તમારા શરીરના વજનને પણ ઘટાડી શકો છો. સંશોધકોએ એક સર્વેમાં શોધ્યું છે કે બદામ ખાવાથી માત્ર ઉર્જા જ નથી આપતી પરંતુ  બદામને રોજિંદા આહારમાં સમાવેશ કરવાથી લોકોને 7 કિલો જેવું વજન ઘટાડવામાં પણ મદદ મળી, તેમ જ  તેમના કાર્ડિયોમેટાબોલિક સ્વાસ્થ્યમાં પણ સુધારો જોવા મળ્યો.

બદામ વજન ઘટાડવા મદદરૂપ

બદામમાં  પ્રોટીન અને ફાઇબર જેવા ગુનો જોવા મળે છે, જે બંને મુલ્યવાન પોષકતત્વો છે, તે ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે અને વારંવાર જલ્દીથી ભૂખ લગતી નથી. પેટ ભરેલું રેહવાથી આપ પ્રોસેસ કરેલા ડબ્બા બંધ ફૂડ તેમજ જંક ફૂડ ખાવાની પ્રવૃત્તિથી દૂર રાખે છે જે ચરબી વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. બદામ તમારા વજન ઘટાડવાના લક્ષ્યોને જાળવી રાખવામાં મદદ કરે છે.

Benefits of Almonds
Benefits of Almonds

બદામ ખાઓ અને ચરબીની ચિંતા છોડો

બદામએ ડ્રાય ફૂડમાં આવે છે એટલે તેમાં ચરબીનું પ્રમાણ વધુ હોય છે. પરંતુ તે ચરબી શરીરને  તંદુરસ્ત બનાવવામાં કામ કરે છે. બદામમાં ચરબી જોવા મળે છે, કાર્બોહાઇડ્રેટ્સ અને પ્રોટીન કરતાં ચરબી પચવામાં વધુ સમય લે છે. હેલ્ધી ફેટ ખાવાથી મન અતિશય ભૂખ લગાવી અથવા તો ખાલી ખાવાના વિચાર કે નાસ્તો કરવા જેવી પ્રવુતિને નિયંત્રણ રાખવામાં મદદ કરે છે. ચરબીમાં પ્રતિ ગ્રામ નવ કેલરી હોય છે, જ્યારે કાર્બોહાઈડ્રેટ્સમાં પ્રતિ ગ્રામ ચાર કેલરી હોય છે. આનો અર્થ એ છે કે જો તમે તમારા આહારમાં સારી ચરબીનો સમાવેશ કરો છો.

Benefits of Almonds
The Goodness Of Almonds

તમે  જ્યારે તમારા ખોરાકમાં કાર્બોહાઇડ્રેટના સેવનને કાબુમાં કરો છો અને સારી ચરબીના સેવનમાં વધારો કરો છો, ત્યારે તમારું શરીરમાં ચયાપચયની ક્રિયામાં સુધરો થાય છે. આનો સીધો અર્થ એ છે કે તમારી ચરબી-બર્નિંગ રેટ વધારે છે. કારણ કે આ ચરબી લોહીના કોલેસ્ટ્રોલના સ્તરને પણ સુધારે છે, બળતરા ઓછી કરે છે અને હૃદયને સ્વસ્થ બનાવે છે, તે શરીરમાં ઊર્જાને વધારે છે જેથી તમે સ્ફૂર્તિલા અનુભવ કરો છો. તંદુરસ્ત આહાર માટે ચરબી જરૂરી છે.

Good For Skin
Good For Skin

આ ઉપરાંત બદામ ખાવાના અન્ય પણ ફાયદા છે –

તમારા હૃદય સ્વસ્થ બનાવે છે.

કોલેસ્ટ્રોલ ઘટાડે છે.

યાદ શક્તિ વધારવામાં મદદરૂપ.

બ્લડ સુગરને પણ નિયંત્રણમાં રાખે છે.

બદામ બ્લડ પ્રેશરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ શકે છે.

બદામમાં વિટામિન ઇ વધુ હોય છે જે સ્કીન માટે ખુબ સારું માનવામાં આવે છે.

બદામ પોષક તત્વોથી ભરપૂર છે.

 બદામ તમારી આંખો માટે સારી છે.

સ્વાસ્થ્યને લગતી વધુ માહિતી માટે અહી ક્લિક કરો –

ડેન્ગ્યુથી બચવાના ગોલ્ડન ઉપાય

પથરી થવાના કારણો અને તેનાથી બચવાના ઉપાય

મહિલાઓ માટે વજન ઘટાડવા માટે પાણી સૌથી સરળ ઉપાય