મહિલાઓ માટે વજન ઘટાડવાની 5 સરળ ટિપ્સ

2
95
મહિલાઓ માટે વજન ઘટાડવાની 5 સરળ ટિપ્સ
મહિલાઓ માટે વજન ઘટાડવાની 5 સરળ ટિપ્સ

મહિલાઓ માટે વજન ઘટાડવા માટે પાણી સૌથી સરળ અને અસરકારક ઉપાય આયુર્વેદમાં જણાવી છે. આ વાંચ્યા પછી મહિલાઓ ઝડપથી શરીરની ચરબી ઘટાડશે અને શરીર બનશે તંદુરસ્ત બનાવશે તે નક્કી છે . એક  રિસર્ચ અનુસાર 500 મિલી પાણીથી 30-40 મિનિટની અંદર 30 ટકા સુધી કેલેરી બર્ન થાય છે. સંશોધનોથી જાણવા મળ્યુ છે કે, જમવાની પહેલા પાણી પીવાથી પણ વજન ઘટી શકે છે અને કેલેરીનો વપરાશ લગભગ 13 ટકા સુધી ઘટી શકે છે. આથી મહિલાઓ આ સરળ ટિપ્સ વજન ઘટાડવા માટે વધારે પાણીમાં પીવું જોઇએ તે સમજવું પડશે

વજન ઘટાડવા ઇચ્છતી મહિલાઓ માટે બીજી એક સરળ ટિપ્સ આ છે.  ડાયટમાં પ્રોટીનયુક્ત ખાદ્યચીજો વધારે ખાવી જોઇએ. નોનવેજ, ઇંડા, માછલી, ડેરી પ્રોડક્ટ અને કેટલીક શાકભાજીઓમાં ભરપૂર પ્રોટિન હોય છે અને આ ચીજોનો તમારા ભોજનમાં સમાવેશ કરવો જોઇએ. ઘણા સંશોધનોમાં એવી બાબત પણ સામે આવી છે કે, પ્રોટીન ડાયટથી ઓછી ભૂખ લાગે છે. પેટ લાંબા સમય સુધી ભરેલુ લાગે છે અને મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે.

વેઇટ લોસ માટે પુરતા પ્રમાણમાં ઊંઘ લેવી મહિલાઓ સમજે અને તે પણ જરૂરી છે. ઘણા સંશોધનોમાં એવું તારણ બહાર આવ્યુ છે કે, વજન ઘટાડવા માટે પુરતી ઊંઘ લેવી એટલી જ જરૂરી છે જેટલી શરીરને મજબૂત બનાવવા માટે ડાયટ અને કસરતની. મહિલાઓએ દરરોજ ઓછામાં ઓછા સાત કલાકની ઊંઘની લેવી અને સારી- આરામદાયક ઊંઘથી વજન ઘટવાની સંભાવના 33 ટકા વધી જાય છે.

વજન ઘટાડવા માટે જીમમાં જઇને કલાકો સુધી કસરત કરવી જરૂરી નથી. તમે કેટલીક કાર્ડિયો એક્સરસાઇઝ જેવી કે સાયકલ ચલાવવી, ચાલવુ, દોડવુ અને સ્વિમિંગ કરીને પણ શરીરનું વજન ઘટાડી શકો છો. એરોબિક એક્સરસાઇઝ બેસ્ટ કાર્ડિયો એક્સરસાઇઝ છે જે વધારાની કેલેરીને બર્ન કરવામાં અને હૃદયની તંદુરસ્તી વધારવામાં અસરકારક સાબિત થાય છે.

દરેક મહિલાઓ આ બાબતે પણ ધ્યાન આપે , જેમકે ભૂખ સંતોષવા માટે હંમેશા આરોગ્યપ્રદ ભોજન જ જમવું જોઇએ પછી તે સવાર-સાંજનો નાસ્તો હોય કે બપોર અને રાત્રીનું ભોજન. વજન ઓછું કરવા માટે ઓછી કેલેરી વાળા નાસ્તાની પસંદગી કરવી જોઇએ.  ઓછી કેલેરીવાળા નાસ્તાથી પેટની ભૂખ સંતોષાય છે. નાસ્તામાં તમે અખરોટ જેવા ડ્રાયફૂટ્સ, ફ્રૂટ જ્યૂસ અને શાકબાજીના સૂપ, સિંગ-ચણા ખાઇ શકો છો.

ખાસ નોંધ– આયુર્વેદની માહિતી અલગ અલગ જાણકારો અને આયુર્વેદના પુસ્તકોને આધારે લેવામાં આવી છે. વી આર લાઇવ વાચક મિત્રોએ પોતાની સુઝબુજ અને વિવેક શક્તિથી આયુર્વેદના ઉપચાર , તેની યોગ્ય માત્રા તજજ્ઞ વૈદ્યની સલાહને આધારે કરવો તેવી વિનંતી કરે છે . અહી માત્ર માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે.

2 COMMENTS

Comments are closed.