Head Constable Suicide Case: હેડ કોન્સ્ટેબલની આત્મહત્યા મામલે અંતે PSI સામે ફરિયાદ: કરણીસેનાના અલ્ટીમેટમ પહેલા કાર્યવાહી, પોલીસ વિભાગમાં ખળભળાટ

0
141
Suicide Case
Suicide Case

Head Constable Suicide Case: ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલની આત્મહત્યા કેસમાં અંતે ન્યાયની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. PSI બી.કે. ગોસ્વામી સામે દિગ્વિજયસિંહને માનસિક ત્રાસ આપી આત્મહત્યા કરવા મજબૂર કર્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. કરણીસેનાએ આપેલા 72 કલાકના અલ્ટીમેટમ પૂર્ણ થાય તે પહેલા જ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાતા સમગ્ર પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.

Head Constable Suicide Case: PSIના ત્રાસથી આત્મહત્યા કરવાનો પરિવારનો આક્ષેપ

Head Constable Suicide Case

મૃતક હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલના પિતા, જેઓ પોતે નિવૃત્ત પોલીસકર્મી છે, તેમના દ્વારા ઘોઘા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં સ્પષ્ટ આક્ષેપ કરવામાં આવ્યો છે કે PSI બી.કે. ગોસ્વામી દ્વારા સતત કરવામાં આવતી માનસિક હેરાનગતિ અને દબાણના કારણે દિગ્વિજયસિંહે અંતિમ પગલું ભર્યું હતું.

Head Constable Suicide Case: 21 જાન્યુઆરીએ ઝેરી દવા પી લીધી, સારવાર દરમિયાન મોત

ગત 21 જાન્યુઆરીના રોજ દિગ્વિજયસિંહ ગોહિલે ઝેરી દવા પી લીધી હતી. હાલત ગંભીર થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન 22 જાન્યુઆરીના રોજ તેમનું કરુણ નિધન થયું હતું. પરિવારજનોએ શરૂઆતથી જ આ બનાવને આત્મહત્યા નહીં પરંતુ માનસિક ત્રાસનું પરિણામ ગણાવી ન્યાયની માંગ ઉઠાવી હતી.

Head Constable Suicide Case: આઠ દિવસ બાદ PSI સામે ગુનો નોંધાયો

ઘટનાના આઠ દિવસ બાદ અને પરિવારના સતત દબાણ તથા ન્યાયની માંગ બાદ, તે જ પોલીસ મથકના PSI બી.કે. ગોસ્વામી વિરુદ્ધ BNSની કલમ 108 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. PSI સામે કાર્યવાહી થતાં પોલીસ વિભાગમાં ભારે ચર્ચા અને અસંતોષ જોવા મળી રહ્યો છે.

કરણીસેનાનો અલ્ટીમેટમ અસરકારક

Head Constable Suicide Case

શ્રીરાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજાએ ત્રણ દિવસ પહેલા મૃતકના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અને 72 કલાકમાં કાર્યવાહી ન થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી. તેમણે કહ્યું હતું કે,
“પોલીસમાં ભરતી થનારો યુવાન માનસિક રીતે મજબૂત હોય છે, છતાં જો તેને આપઘાત કરવો પડ્યો હોય તો સમજવું જોઈએ કે તેને કેટલો ગંભીર માનસિક ત્રાસ આપવામાં આવ્યો હશે.”

કરણીસેનાના અલ્ટીમેટમ બાદ અંતે PSI સામે ગુનો નોંધાતા હવે તપાસની દિશામાં આગળની કાર્યવાહી પર સૌની નજર છે.

આ પણ વાંચો :Aadhaar Card Bribe Case:ગુજરાતમાં આધાર કાર્ડ માટે ₹32 હજારની લાંચ માંગવાનો કેસ, ત્રણની ધરપકડ