Haryana news : હરિયાણાની નવી નાયબ સિંહ સરકાર આખરે વિશ્વાસ મત મેળવવામાં સફળ રહી. બુધવારે વિધાનસભામાં યોજાયેલા ફ્લોર ટેસ્ટમાં સૈની સરકારે વિશ્વાસ મત જીત્યો હતો. સૈની સરકારે ધ્વનિ મત દ્વારા વિશ્વાસ મત મેળવ્યો છે. હરિયાણામાં નવા સીએમ નાયબ સૈનીની સરકાર ફ્લોર ટેસ્ટમાં પાસ થઈ છે. મુખ્યમંત્રી સૈનીએ ગૃહમાં વિશ્વાસ મતનો પ્રસ્તાવ રજુ કર્યો ત્યારે જનનાયક જનતા પાર્ટી (JJP)ના તમામ 10 ધારાસભ્યો ગૃહમાંથી બહાર જતા રહ્યા હતા
Haryana news : જેજેપીના તમામ 10 ધારાસભ્યો વિશ્વાસ મત દરમિયાન ગૃહમાં ગેરહાજર રહ્યાં
હરિયાણાની સૈની સરકારે બુધવારે વિધાનસભામાં વિશ્વાસ મતનો સામનો કર્યો હતો. આ પ્રસ્તાવને ગૃહની અંદર ધ્વનિ મતથી પસાર કરવામાં આવ્યો હતો. ખાસ વાત એ છે કે આ વિશ્વાસ મતને લઈને JJPએ પોતાના તમામ ધારાસભ્યોને વ્હિપ જારી કરીને કહ્યું હતું કે, કોઈપણ ધારાસભ્ય ગૃહમાં હાજર ન થાય. પરંતુ વ્હીપ જાહેર કરવા છતાં જેજેપીના પાંચ ધારાસભ્યો ગૃહમાં પહોંચ્યા હતા. જો કે, વિશ્વાસ મત રજૂ થાય તે પહેલા જ આ પાંચેય ધારાસભ્યો ગૃહમાંથી વોકઆઉટ કરી ગયા હતા. આ રીતે જેજેપીના તમામ 10 ધારાસભ્યો વિશ્વાસ મત દરમિયાન ગૃહમાં ગેરહાજર રહ્યાં હતા.
Haryana news : વિશ્વાસ મત દરમિયાન, અપક્ષ ધારાસભ્ય બલરાજ કુંડુ પણ ગૃહમાંથી બહાર નીકળી ગયા હતા. હરિયાણા વિધાનસભામાં કુલ ધારાસભ્યોની સંખ્યા 90 છે. જ્યારે ભાજપ પાસે કુલ 41 ધારાસભ્યો છે. જ્યારે બહુમતનો આંકડો 46 છે. આવી સ્થિતિમાં, જેજેપીના તમામ 10 ધારાસભ્યો (પાંચ ગૃહમાં આવ્યા ન હતા જ્યારે પાંચ ગૃહમાંથી પાછા ફર્યા હતા) અને એક અપક્ષ ધારાસભ્યની બહાર નીકળવાથી, વિધાનસભામાં કુલ સંખ્યા હવે 79 થઈ ગઈ છે. જે મુજબ બહુમતનો આંકડો 40 છે. જ્યારે ભાજપ પાસે ગૃહમાં 41 ધારાસભ્યો છે.
Haryana news : નાયબ સિંહ સૈનીએ મંગળવારે હરિયાણાના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. મંગળવારે સવારે મનોહર લાલ ખટ્ટરે સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ પછી જ રાજ્યપાલ બંડારુ દત્તાત્રેયે નાયબ સિંહ સૈનીને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. સૈની ઉપરાંત કંવરપાલ ગુર્જર અને મૂળચંદ શર્માએ પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. કંવરપાલ મનોહર પાર્ટ-2 સરકારમાં શિક્ષણ પ્રધાન હતા, જ્યારે મૂળચંદ શર્મા અગાઉની સરકારમાં પરિવહન પ્રધાન હતા. આ ઉપરાંત રણજીત સિંહ, જયપ્રકાશ દલાલ અને ડૉ.બનવરી લાલે પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો