Haridwar Viral Video: જવાનની ચીલ ઝડપ થઇ સોશિયલ મીડિયામાં વાયરલ, કંવરિયા માટે SDRFની ટીમ દેવદૂત બની

0
444
Haridwar Viral Video: જવાનની ચીલ ઝડપ થઇ સોશિયલ મીડિયામાં વાયરલ, કંવરિયા માટે SDRFની ટીમ દેવદૂત બની
Haridwar Viral Video: જવાનની ચીલ ઝડપ થઇ સોશિયલ મીડિયામાં વાયરલ, કંવરિયા માટે SDRFની ટીમ દેવદૂત બની

Haridwar Viral Video: હરિદ્વારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક શિવ ભક્ત ગંગામાં સ્નાન કરતી વખતે પાણીના જોરદાર પ્રવાહમાં તરતો જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે SDRF જવાનોએ તત્પરતા બતાવી અને તેનો જીવ બચાવ્યો. આ ઘટના હરિદ્વારના ગંગા ઘાટ પર બની હતી.

Haridwar Viral Video: જવાનની ચીલ ઝડપ થઇ સોશિયલ મીડિયામાં વાયરલ
Haridwar Viral Video: જવાનની ચીલ ઝડપ થઇ સોશિયલ મીડિયામાં વાયરલ

Haridwar Viral Video: હરિદ્વારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

મળતી માહિતી મુજબ, શિવ ભક્ત ગંગા (Ganga) માં સ્નાન કરી રહ્યો હતો તે દરમિયાન અચાનક પાણીનો પ્રવાહ વધી ગયો અને તે વહેવા લાગ્યો. થોડી જ સેકન્ડોમાં, ત્યાં તૈનાત સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ના જવાનોએ પરિસ્થિતિને સમજીને તાત્કાલિક પગલાં લીધાં. અને સૈનિકોએ જાતે જ જોરદાર છલાંગ લગાવી શિવભક્તને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

સ્થળ પર હાજર લોકોએ SDRFની ચીલ ઝડપ અને સાહસિક કાર્યવાહીની પ્રશંસા કરી છે. ગંગા ઘાટ પરની આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં સૈનિકોની સક્રિયતા અને શિવભક્તનો જીવ બચાવવાની સમગ્ર પ્રક્રિયા જોઈ શકાય છે. હરિદ્વારમાં ગંગા સ્નાન દરમિયાન આવી ઘટનાઓ ટાળવા માટે SDRF તૈનાત કરવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે ભક્તોની સુરક્ષા તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને તેઓ દરેક સમયે એલર્ટ રહે છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો