Gujarat Rain Alert: આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ કારણે રેડ એલર્ટ જાહેર, જાણો લેટેસ્ટ અપડેટ

0
158
Gujarat Rain Alert: આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ કારણે રેડ એલર્ટ જાહેર, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain Alert: આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ કારણે રેડ એલર્ટ જાહેર, જાણો લેટેસ્ટ અપડેટ

Gujarat Rain Alert: રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે.  સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. મધ્ય ગુજરાતના વડોદરા અને છોટા ઉદેપુરના છુટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરતા રેડ એલર્ટ જાહેર કર્યું છે. રેડ એલર્ટ એ વિસ્તાર માટે જાહેર કરવામાં આવતુ હોય છે જ્યાં સાડા ચાર ઈંચથી વધુ વરસાદ વરસવાની શક્યતા હોય છે.

સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં આજે અતિભારે ભારે વરસાદ

– હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Alert: આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ કારણે રેડ એલર્ટ જાહેર, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain Alert: આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ કારણે રેડ એલર્ટ જાહેર, જાણો લેટેસ્ટ અપડેટ

ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી

ભારે વરસાદ વરસી શકે તેવા જિલ્લાની વાત કરીએ તો સૌરાષ્ટ્રના રાજકોટ અને ગીર સોમનાથ, દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડની સાથે ખેડા અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગરમાં ભારે વરસાદ વરસી શકે છે. આ તમામ જિલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. તો સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  

યલો એલર્ટ એ વિસ્તાર માટે જાહેર કરવામાં આવે છે. જ્યાં અઢીથી સાડા ચાર ઈંચ સુધીનો વરસાદ વરસી શકે છે.

Gujarat Rain Alert: અમરેલી, ભાવનગરમાં એલર્ટ

  • અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
  • મધ્ય ગુજરાતના આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
  • સૌરાષ્ટ્રના અમરેલી, બોટાદ અને ભાવનગરમાં પણ આજે ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
  • ઓરેન્જ એલર્ટ એ વિસ્તારો માટે જાહેર કરવામાં આવતુ હોય છે જ્યાં સાડા ચારથી આઠ ઈંચ સુધીનો વરસાદ વરસી શકે છે.

સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સિઝનનો 73.66 % વરસાદ

ચોમાસાની સિઝનનો રાજ્યમાં (Gujarat Rain Alert) અત્યાર સુધીમાં 54.88 % વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 66.49 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં સૌથી વધુ 75.67 ટકા, તો સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સિઝનનો 73.66 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો મધ્ય ગુજરાતમાં 34.37 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝન (monsoon season) નો અત્યાર સુધીમાં માત્ર 29.61 ટકા વરસાદ વરસ્યો છે.       

જળાશયો છાલોચલ થયા  (Rain Alert)              

અત્યાર સુધી વરસેલા વરસાદથી  રાજ્યના 207 પૈકી 45 જળાશયો સંપૂર્ણ ભરાઇ ચૂક્યાં છે.. સૌરાષ્ટ્રના 35, કચ્છના છ તો દક્ષિણ ગુજરાતના ચાર ડેમ છલોછલ છે.  સરદાર સરોવર ડેમ (Sardar Sarovar Dam) માં હાલ 53.67 ટકા જળસંગ્રહ છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો