HAPPY BIRTHDAY RATAN TATA : દુનિયાના બધા ઉદ્યોગપતિઓ કરતા કેમ અલગ છે રતન ટાટા?એક એવી વ્યક્તિ જેમણે વ્યવસાય અને સમાજની જવાબદારીઓ એક સાથે સંપૂર્ણ રીતે નિભાવી
ટાટા ગ્રૂપનાં પૂર્વ ચેરમેન રતન ટાટાનો જન્મ 28 ડિસેમ્બર 1937નાં દિવસે ગુજરાતનાં સુરત શહેરમાં થયો હતો. રતન ટાટા દેશનાં સૌથી સફળ ઉદ્યોગપતિમાંના એક માનવામાં આવે છે. દુનિયામાં જયાં પણ ટાટા ગ્રુપનું નામ લેવામાં આવે છે ત્યાં તેના પોસ્ટરમાં કોઈ બીજા ચહેરાનો, બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ઉપયોગ નાં કરતાં રતન ટાટાનો જ ફોટો જોવા મળે છે. રતન ટાટા દેશનાં સૌથી પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ છે. તેઓ એક એવી વ્યક્તિ છે કે, જેમણે વ્યવસાય અને સમાજ બંનેની જવાબદારીઓ એક સાથે સંપૂર્ણ રીતે નિભાવી છે. રતન ટાટાની ગણતરી દેશનાં સૌથી પ્રિય ઉદ્યોગપતિઓમાં થાય છે.
RATAN TATA : રતન ટાટાનો અભ્યાસ

રતન ટાટા પારસી કુટુંબનાં છે. તેમનાં પિતાનું નામ નવલ ટાટા અને માતાનું નામ સોનુ ટાટા હતું. જો આપણે રતન ટાટાનાં શિક્ષણની વાત કરીએ તો મુંબઈમાં અભ્યાસ પૂરો કર્યા પછી રતન ટાટાએ કોર્નેલ યુનિવર્સિટીમાંથી આર્કિટેક્ચર બીએસ અને હાવર્ડ બિઝનેસ સ્કૂલ માંથી એડવાન્સ મેનેજમેન્ટ પ્રોગ્રામ કર્યો છે. ત્યારબાદ તેઓ વર્ષ 1962માં ટાટા ગ્રુપ માં જોડાયા.
ટાટા ગ્રુપની રતન ટાટાએ બદલી કિસ્મત

રતન ટાટા 1991થી 2012 સુદી ટાટા ગ્રુપના ચેરમેન પદે રહ્યા હતા. 28 ડિસેમ્બર 2012ના રોજ તેમણે ટાટા જૂથનું અધ્યક્ષ પદ છોડી દીધું હતું. પરંતુ તેઓ હજુ પણ ટાટા જૂથના ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ છે. તેમના કાર્યકાળ દરમિયાન ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, ટાટા પાવર, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ, ટાટા ટી, ટાટા કેમિકલ્સ, ઈન્ડિયન હોટેલ્સ અને ટાટા ટેલિસર્વિસિસ જેવી તમામ મોટી ટાટા જૂથ કંપનીઓના ચેરમેન પણ હતા. જેનું સફળ નેતૃત્વ કરી તેમણે ટાટા જૂથે નવી ઊંચાઈ સુધી પહોંચાડ્યુ
રતન ટાટાની કારકિર્દી
રતન ટાટા મેહેનતુ હોવાની સાથે-સાથે એક સક્ષમ માનવી પણ છે. મહેનત અને આવડતનાં આધારે વર્ષ 1981માં તેઓ ટાટા ઇન્ડસ્ટ્રીનાં અધ્યક્ષ બન્યા હતા. વર્ષ 1991માં રતન ટાટા જેઆરડી ટાટા પછીનાં ટાટા ગ્રુપનાં પાંચમા અધ્યક્ષ બન્યા હતા. રતન ટાટાએ ટાટા ગ્રૂપનાં વ્યવસાયને એક નવી ઊંચાઈ પર લઈ જવા માટે પહેલ કરી હતી. રતન ટાટાએ પોતાની સખત મહેનત અને નેતૃત્વનાં આધારે ટાટા ગ્રુપને સંપૂર્ણપણે બદલી નાખ્યું હતું. તેમણે એવા ઘણા નિર્ણયો લીધા જેનાં કારણે ટાટા ગ્રુપને વિશ્વની સૌથી મોટી કંપનીઓમાંની એક કંપની તરીકે ઓળખવામાં આવે છે. રતન ટાટાનાં નેતૃત્વમાં વર્ષ 1998માં ટાટા મોટર્સે ટાટા ઇન્ડિકા કાર લોન્ચ કરી હતી. જે ટાટાની સૌથી વધુ વેચાણ કરનારી કાર સાબિત થઇ હતી.
રતન ટાટાએ સામાન્ય વ્યક્તિ માટે બનાવી કાર

રતન ટાટા ભારતીય પરિવાર માટે કંઈક અલગ જ કરવા માગતા હતા. તેમનું સપનું હતું કે, એક એવી કાર હોય કે, જેમાં દરેક ભારતીય પરિવાર ફરવા જઈ શકે. સામાન્ય લોકોને ધ્યાનમાં રાખીને તેઓ કાર બનાવવા માંગતા હતા જેના આધારે તેમણે આ કામ કર્યું અને અંતે તેણે તેમનું સપનું પૂરું કરી બતાવ્યું. રતન ટાટાએ સૌથી સસ્તી કાર નેનો લોન્ચ કરી. આ કાર આર્થિક રીતે નબળા લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હતી. વર્ષ 2008માં નેનો કાર લોન્ચ કરવામાં આવી હતી. આ કારનું મેન્યુફેક્ચરિંગ ઘણાં વિવાદોમાં રહ્યું હતું.
લક્ઝ્યુરિયસ કાર નહીં પુરી કંપની ખરીદી

વર્ષ 2008નાં માર્ચ મહિનામાં રતન ટાટાનાં નેતૃત્વ હેઠળ ફોર્ડ મોટર કંપની પાસેથી જગુઆર અને લેન્ડ રોવર ટાટા મોટર્સે ખરીદી. તે પછી ભારતમાં તેનું વેચાણ શરૂ થયું. રતન ટાટા એક સફળ રોકાણકાર તરીકે પણ જાણીતા છે. 75 વર્ષની ઉંમરે રતન ટાટાએ વર્ષ 2012માં ટાટા ગ્રૂપનું ચેરમેન પદ છોડયું હતું. રતન ટાટાએ પોતાની જવાબદારી સાયરસ મિસ્ત્રીને આપી હતી.
ટાટા ગ્રુપને આસમાનની ઊંચાઈએ લઈ ગયા પછી રતન ટાટા નિવૃત્ત થયા. તેમ છતાં ટાટા ગ્રુપ તેમનાં નામ વિના અધૂરું છે. ભારત સરકારે તેમની ઉપલબ્ધિઓને જોતા વર્ષ 2008માં તેમને પદ્ય વિભૂષણ બીજો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ અને વર્ષ 2000માં પદ્ય ભૂષણથી સન્માનિત કર્યા હતા. રતન ટાટા માત્ર એક ઉદ્યોગપતિ જ નહીં પરંતુ એક દાતા પણ છે. દેશ અને દુનિયાનાં યુવાનો માટે પ્રેરણા છે, તેઓ 86 વર્ષની ઉંમરે પણ એકદમ સક્રિય રહે છે.
તમે જાણતા હશો કે રતન ટાટાએ તેમના તેમના જીવનમાં લગ્ન કર્યા નથી પરંતુ એવું નથી કે તે ક્યારેય પ્રેમમાં નથી થયો. એક ઇન્ટરવ્યુ દરમિયાન રતન ટાટાએ કહ્યું હતું કે તેમને જીવનમાં 4 વાર પ્રેમ થયો હતો પરંતુ કેટલીક મુશ્કેલીઓના કારણે તે પ્રેમ ટક્યો નહીં અને પછી તેઓએ આખી જિંદગીમાં લગ્ન ન કર્યા.
રતન ટાટાએ ભારત અને વિદેશમાં એક અલગ ઓળખ બનાવી અને ભવ્ય દરજ્જો મેળવ્યો છે તેમની કંપનીને મહાન ઉંચાઈએ પહોંચાડવામાં રતન ટાટાનું કાર્ય મહત્ત્વપૂર્ણ રહ્યું છે રતન ટાટાને પ્રેમમાં સફળતા મળી નહીં પણ તે સફળ ઉદ્યોગપતિ બનવામાં ચોક્કસ સફળ રહ્યા. રતન ટાટાના કહેવા પ્રમાણે લગ્ન ન કરવાથી તેમણે યોગ્ય કામ કર્યું તેમના કહેવા મુજબ, અપરિણીત રહેવું એ તેમના જીવનમાં યોગ્ય સાબિત થયું.
વધુ સમાચાર માટે – અહી કલિક કરો, YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો