Happy Birthday અમદાવાદ ,કટિંગ ચા માંથી અડધી કરી અહી પીવાય છે!

0
533
Happy Birthday અમદાવાદ ,કટિંગ ચા માંથી અડધી કરી અહી પીવાય છે!
Happy Birthday અમદાવાદ ,કટિંગ ચા માંથી અડધી કરી અહી પીવાય છે!

Happy Birthday Ahmedabad:  ઐતિહાસિક અને અદ્યતનના સુભગ સમન્વય સમાન અમદાવાદ શહેરને આજે 613 વર્ષ પૂરા થયા છે. 26મી ફેબ્રુઆરી 1411માં અહમદશાહે માણેક બુર્જ પાસે અમદાવાદની સ્થાપના કરી હતી. 6 સૈકાથી વધુના સમયમાં અમદાવાદની ઓળખ બદલાતી ગઈ છે. એક સમયે પોળો અને દરવાજા માટે જાણીતું અમદાવાદ આજે હેરિટેજ સિટી તરીકે ઓળખાય છે.

Happy Birthday Ahmedabad આ અમદાવાદ છે ..

Happy Birthday amdavad 1

એક સમયે કાંકરિયા-લક્કડિયો પુલ અમદાવાદની ઓળખ ગણાતા અને આજે હવે રિવરફ્રન્ટ-અટલ બ્રિજ અમદાવાદના નવા લેન્ડમાર્ક બન્યા છે. મિલોના માન્ચેસ્ટર તરીકે ઓળખાતું અમદાવાદ આજે મોલ કલ્ચરમાં તબ્દીલ થયું છે.

Happy Birthday Ahmedabad આ અમદાવાદ છે ..

કટિંગ ચા માંથી અડધી કરી …

મિત્ર સાથે મોઝમાં રહેવાય !!!

ભદ્ર કાલી ના દરવાજે થી સીધા નીકળી ….ત્રણ દરવાજે  પહોંચાય ,

પોળો ની ગલીઓ માંથી ગમે ત્યાં નીકળાય ….

ગલી ઓ ના આટાપાટા વર્ષો સુધી

ના સમજાય …..

ચા પીવા લકી ની લાલ દરવાજે જાય

ક્યાંય દરવાજો ના દેખાય ….

આ અમદાવાદ છે …..

ભૂત ની આંબલી સરનામું હોય

આંબલી ક્યાંય ના દેખાય …

લાલ બસ નો નજારો રસ્તે રસ્તે દેખાય

ક્યાંક બાપુનો વારસો સચવાય …

આ અમદાવાદ છે ..

amdavad અમદાવાદ હમેશા સમયની સાથે ચાલ્યું છે. amdavad અમદાવાદ જેટલું આધુનિક  અને વિકાસિત છે તેનો ઈતિહાસ એટલો જ મોટો છે. અમદાવાદ ઈતિહાસમાં અનેક કારણોસર વિખ્યાત છે. ગાંધીજી દ્વારા સાબરમતી નદી કાંઠે વિકસેલું સાબરમતી આશ્રમ,દાંડી કૂચ જેવી ગાથાઓ પણ amdavad અમદાવાદ સાથે જોડાયેલી છે. 

Happy Birthday Ahmedabad અમદાવાદ શહેરની સ્થાપના અંગે કેટલીક માન્યતાઓ ખૂબ જ પ્રચલિત છે

એવું કહેવાય છે કે 1411માં મુઝફ્ફર વંશના સુલ્તાન અહેમદ શાહ તેમના શિકારી કૂતરા સાથે અહીં આવ્યા ત્યારે અહીંના સસલાએ તેમના કૂતરાને ભગાડી દીધા હતા. ત્યાર પછી અહેમદ શાહને અહીં નવી રાજધાની સ્થાપવાનો વિચાર આવ્યો. તેમણે ધાર્મિક ગુરુ શેખ અહેમદ ખટ્ટુને અહીં શહેર સ્થાપવા માટે મંજૂરી માગી. ત્યારે તેમણે કહ્યું તમને ક્યારેય બપોરની નમાઝ ચૂક્યા ના હોય તેવા ચાર અહેમદ મળે તો તમે આ શહેરની સ્થાપના કરી શકશો. ત્યાર પછી અહેમદ શાહે ગુજરાતમાં તપાસ કરાવતા બે અહેમદ મળ્યા, ત્રીજા શેખ અહેમદ ખટ્ટુ અને ચોથા પોતે એમ ચાર અહેમદ અને 12 બાબાએ મળીને અમદાવાદની સ્થાપના કરી હોવાની માન્યતા છે.

Happy Birthday Ahmedabad અમદાવાદ amdavad ના વિવિધ વિસ્તારના નામ કઈ રીતે પડ્યા તેની પાછળ પણ રસપ્રદ ઈતિહાસ છે. જેમ કે, નવરંગપુરાની વાત કરવામાં આવે તો તે 240 વર્ષ અગાઉ ઔરંગઝેબના સુબા નવરંગમિયાના નામ પરથી આ વિસ્તાનું નામ પડ્યું છું. એક સમયે amdavad અમદાવાદના સૌથી વધુ બાગ મણિનગરમાં હતા. આ વિસ્તારના શેઠ મણિલાલ રણછોડલાલની યાદમાં મણિનગર નામ આપ્યું હતું વર્ષો પહેલા આંબાડી વિસ્તારમાં મોટાપ્રમાણમાં આંબાના ઝાડ હતા. જેમ વસતી વધી તેમ આંબાના ઝાડ લુપ્ત થતા ગયા પણ આંબાવાડી નામ પ્રચલિત જ રહ્યું હતું. કોચરબ વિસ્તારનું નામ દેવી કોરવાના નામ પરથી રાખવામાં આવ્યું છે. રાજા કરણસિંહ સોલંકી આ વિસ્તારના સ્થાપક હતા.

WhatsApp Image 2024 02 26 at 10.24.12

Happy Birthday Ahmedabad આઝાદીના આંદોલનમાં પણ amdavad અમદાવાદે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.  અંગ્રેજો વિરુદ્ધ મહાત્મા ગાંધીની ચળવળને કારણે આ શહેરમાં તમામ મોટા કાર્યક્રમો અને સંઘર્ષોની સાક્ષી બન્યું. ગાંધીજીએ સાબરમતી આશ્રમથી જ મીઠાના સત્યાગ્રહ માટેની ચળવળ શરૂ કરી. આ એ જ અમદાવાદ છે જ્યાં એક સમયે ગાંધીજીએ શપથ લીધી હતી કે, અંગ્રેજોને આ દેશમાંથી હટાવશે નહીં ત્યાં સુધી પાછા નહીં આવે. ત્યાર પછી ગાંધીજી amdavad અમદાવાદ પાછા આવી શક્યા નહોતા. સાબરમતી નદી પર ગાંધી બાપૂના સાબરમતી આશ્રમથી લઈને કોચરબ આશ્રમ હોવાના કારણે આ રસ્તો આશ્રમ રોડ તરીકે ઓળખાય છે.

ભદ્રનો કિલ્લો : amdavad યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સિટીમાં સ્થાન મેળવનાર ભારતના પ્રથમ શહેર અમદાવાદ આજે તેમનો 613મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. જામા મસ્જિદ પાસે આવેલો ભદ્રનો કિલ્લો 1411માં બનાવવામાં આવ્યો હતો. તમે આ કિલ્લાની શેરીઓમાં લટાર મારવાથી અમદાવાદની ગામઠી સુંદરતાની ઝલક મેળવી શકો છો અને શહેરના ઇતિહાસ વિશે જાણી શકો છો. સાંજે ભદ્ર કિલ્લો અને સમગ્ર પ્રદેશમાં ફેલાયેલા અન્ય ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવી બેસ્ટ છે.

Happy Birthday Ahmedabad માણેક ચોક : પ્રાચીન amdavad અમદાવાદના પ્રખ્યાત બજાર માણેક ચોકમાં પરંપરાગત અમદાવાદી ભોજન ખાવાનો આનંદ અનોખો છે. રસપ્રદ વાત એ છે કે આ જગ્યા શાક માર્કેટ અને પછી જ્વેલરી માર્કેટ તરીકે શરૂ થાય છે અને પછી તે રેસ્ટોરન્ટ સ્ટ્રીપમાં ફેરવાય જાય છે. અમદાવાદમાં રાત્રિના સમયે ટહેલવા જેવું કોઈ સ્થળ હોય તો આ બજારની અવશ્ય મુલાકાત લેવી. આ શેરી તમને સૌથી સ્વાદિષ્ટ અને ગુજરાતી ભોજન પીરસે છે.

WhatsApp Image 2024 02 26 at 10.24.13

સાબરમતી આશ્રમ : સાબરમતી આશ્રમ amdavad અમદાવાદનું સૌથી પ્રખ્યાત સ્થળ છે. સાબરમતી નદીના કિનારે, આ સ્થાન હજુ પણ એક સ્મારક છે, જ્યાં તમે મહાત્મા ગાંધી અને સ્વતંત્રતા ચળવળ સાથે સંકળાયેલા ઘણા પ્રેરણાદાયી અને પ્રેરક અવશેષો જોઈ શકો છો. અહીં ‘બાપુ’ના જીવનના જીવન ચરિત્ર, પુસ્તકો અને અન્ય કલાકૃતિઓથી ભરપૂર પુસ્તકાલય પણ આવેલું છે.

સાબરમતી રિવરફ્રન્ટ : સાબરમતી રિવરફ્રન્ટ એ સાબરમતી કિનારે વિકસાવવામાં આવેલો વોટર ફ્રન્ટ છે. તે પર્યાવરણની સુધારણા માટે બનાવવામાં આવ્યું છે, જે તેના મનોહર સુખદાયક વાતાવરણ માટે જાણીતું છે. અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લેવા આવે છે. જો તમે પણ શાંતિપૂર્ણ જગ્યાએ બેસીને થોડો સમય વિતાવવાનું પસંદ કરો છો, તો આ જગ્યા તમારા માટે ખૂબ જ સારી છે. જો તમે amdavad અમદાવાદની મુલાકાત લેવાનું વિચારી રહ્યા હોવ તો અહીં અવશ્ય મુલાકાત લો.

WhatsApp Image 2024 02 26 at 10.24.121

પરિમલ ગાર્ડન : 5 સ્ટાર્સ રિસોર્ટને પણ ટક્કર આપે તેવું પરિમલ ગાર્ડન amdavad અમદાવાદના સૌથી સુંદર બગીચાઓમાંનું એક છે. જો તમને પ્રકૃતિની નજીક રહેવું ગમે છે, તો અહીં તમે શહેરના ટ્રાફિક અને પ્રદૂષણથી દૂર રહી શકો છો. અહીં ઘણી બધી હરિયાળી, વૃક્ષો, છોડ અને સુંદર ફૂલો છે જે તમને દૂરથી જ આકર્ષિત કરે છે. અહીં બગીચાની અંદર, બાળકો માટે ઝૂલા, સ્લાઇડ્સ, ફુવારાઓ અને સાંજના સમયે રંગબેરંગી લાઇટો છે જે બાળકો અને મોટી વયના લોકોના દિલને ઠંડક આપે છે.