આવતીકાલે હનુમાન જયંતિ,પોતાની રાશી મુજબ જાપ કરવા થી થશે લાભ

0
175

મંત્રો ના જાપ થી કરવા થી મળશે વિશેષ કૃપા

રાશી અનુસાર કામ કરવા થી મળશે લાભ

આ વર્ષ ૨૦૨૩ માં 6 એપ્રિલ ગુરુવાર ના રોજ ઉજવવા માં આવશે હનુમાન જન્મોત્સવ.આ સાથે જ હનુમાનજી ના મંત્રો નો જાપ કરવા થી પણ થશે વિશેષ લાભ.હનુમાનજી ના ઘણા બધા નામો છે તેમને સંકટમોચન તરીકે પણ ઓળખવા માં આવે છે જે તેમના બધા જ ભક્તો ના સંકટ પણ હરી લે છે.હનુમાનજી કલિયુગ ના જાગૃત દેવતા છે.તેમને પ્રશન્ન કરવા ખુબ જ સરળ છે.હનુમાનજી ની વિશેષ કૃપા થી દરેક ભક્તો ના દરેક દુઃખ દુર થાય છે.ઓમ હનુંમાંતેય નમઃ આ એક જ સરળ મંત્ર નો જાપ કરવા થી પણ થશે વિશેષ લાભ.હનુમાન જયંતિ ચૈત્ર મહિના ના શુક્લ પક્ષની પૂનમે આવે છે.બજરંગબલી ની પૂજા અર્ચના કરવા થી જીવન માં મોટા સંકટો દુર થઇ શકે છે.

પૂજા કરવા ના નિયમો:

હનુમાનજી ની પૂજા ક્યારેય પણ સૂતક સમયે કરવી જોઈએ નહિ કારણકે સૂતકકાલ નો સમય 12 કલાક પેહલા થી જ શરુ થઇ જાય છે.તેમજ ઘર માં જો કોઈ નું પણ મૃત્યુ થયું હોય તો પણ એ સૂતક નો સમય ગણાય છે.ઘર માં મૃત્યુ થયું હોય તો 13 દિવસ નો સમય સૂતકકાલ માં જ ગણવા માં આવે છે.આ સમયે હનુમાનજી ની પૂજા કરવી જોઈએ નહિ. આ સિવાય હનુમાન જયંતિ ના દિવસે સ્ત્રીઓ ને પણ સ્પર્શ કરવો જોઈએ નહિ અને બ્રહ્મચર્ય નું કડક પાલન કરવું જોઈએ.હનુમાનજી ને ચરણામૃત થી સ્નાન કરાવું જોઈએ નહિ.આ સિવાય કાળા અને સફેદ વસ્ત્રો પણ પહેરવા જોઈએ નહી તેને અશુભ માનવા માં આવે છે.લાલ રંગ નાં જ વસ્ત્રો પેહરી ને ભગવાન ની પૂજા કરવી જોઈએ.આમ નાની બાબતો નું ધ્યાન રાખી ને પણ તમે ભગવાન હનુમાનજી ની વિશેષ કૃપા મેળવી શકો છો.