Home State Gujarat Ahmedabad School Violence: અમદાવાદમાં સેવન્થ-ડે સ્કૂલ જેવી વધુ એક ઘટના  સ્કૂલ બહાર...

Ahmedabad School Violence: અમદાવાદમાં સેવન્થ-ડે સ્કૂલ જેવી વધુ એક ઘટના  સ્કૂલ બહાર ધોરણ 10ના વિદ્યાર્થીઓ વચ્ચે ગેંગવોર, પાઈપ-પટ્ટાથી બેફામ માર

0
321
School Violence
School Violence

Ahmedabad School Violence:અમદાવાદમાં સેવન્થ-ડે સ્કૂલની ઘટના બાદ હવે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી નેશનલ સ્કૂલ બહાર ધોરણ 10ના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી હિંસક મારામારીથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સ્કૂલ બહાર જ વિદ્યાર્થી પર ગેંગવોર જેવી રીતે હુમલો કરાયો હોવાના દૃશ્યો નજીકના CCTV કેમેરામાં કેદ થયા છે.

Ahmedabad School Violence

Ahmedabad School Violence: વિદ્યાર્થીને પાઈપ, લાકડી અને પટ્ટાથી બેફામ ફટકાર્યો

પ્રાપ્ત માહિતી મુજબ, નેશનલ સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થી નિખિલ પટેલ પર અન્ય કેટલાક વિદ્યાર્થીઓએ કડુ, લાકડીઓ અને પટ્ટા વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં વિદ્યાર્થીને માથા અને શરીરના ભાગોમાં ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હુમલા પાછળ જૂનો ઝઘડો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.

Ahmedabad School Violence

Ahmedabad School Violence: સ્કૂલથી 100 મીટર દૂર હુમલો, CCTVમાં કેદ ભયાનક દૃશ્યો

આ સમગ્ર ઘટના સ્કૂલથી માત્ર 100 મીટરના અંતરે બની હતી. નજીકમાં લાગેલા CCTV કેમેરામાં સ્પષ્ટ દેખાય છે કે, વિદ્યાર્થીઓનું ટોળું એક વિદ્યાર્થીને ઘેરી લઈ લાકડી અને પટ્ટાથી બેફામ માર મારી રહ્યું છે. આ દૃશ્યો જોઈ કોઈને પણ વિશ્વાસ ન આવે કે હુમલો કરનાર ધોરણ 10ના વિદ્યાર્થીઓ છે. ગુંડાઓને પણ શરમાવે તેવી કરતૂત વિદ્યાર્થીઓએ કરી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.

Ahmedabad School Violence: છરી માર્યાની અફવા, સ્કૂલે કરી નકાર

Ahmedabad School Violence

ઘટનાની જાણ થતાં ઘાટલોડિયા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. શરૂઆતમાં વિદ્યાર્થીને છરી માર્યાની માહિતી મળી હતી, પરંતુ સ્કૂલ પ્રશાસને આ વાતને નકારી કાઢી છે. પોલીસના જણાવ્યા મુજબ, વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો મારામારી સુધી પહોંચ્યો હતો.

પોલીસ ફરિયાદ નોંધાઈ, તપાસ શરૂ

આ મામલે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, સ્કૂલ બહાર ધોરણ 10ના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારી મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને CCTV ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે.

સામાન્ય સારવાર બાદ વિદ્યાર્થીને વાલી સાથે ઘરે મોકલાયો

નેશનલ સ્કૂલના ટ્રસ્ટી રમેશ અમીને જણાવ્યું હતું કે, આ ઘટના સ્કૂલથી 100 મીટર દૂર બની છે, જ્યાં વિદ્યાર્થીઓ વચ્ચે અંદરો-અંદર ઝઘડો થયો હતો. આ દરમિયાન બહારથી આવેલા કેટલાક વિદ્યાર્થીઓએ તેમના સ્કૂલના વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો.
વિદ્યાર્થીને સ્કૂલના ખર્ચે સારવાર આપવામાં આવી હતી. સામાન્ય સારવાર બાદ તેને વાલી સાથે ઘરે મોકલી દેવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું કે, અમારું કામ શિક્ષણ આપવાનું છે. વિદ્યાર્થીઓએ ભણવું જોઈએ, મારામારી નહીં.”

 હાલ સ્થિતિ

વિદ્યાર્થીઓ વચ્ચે વધતી હિંસાની ઘટનાઓને લઈને વાલીઓમાં ચિંતા ફેલાઈ છે. હવે પોલીસ તપાસ બાદ આ મામલે શું કાર્યવાહી થાય છે તેની ઉપર સૌની નજર ટકેલી છે.

આ પણ વાંચો :Ahmedabad News:હાઈપ્રોફાઈલ શીલજ વિસ્તારમાં નશામાં ડ્રાઈવિંગનો આતંક, લોકોમાં રોષ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે