Hamida Banu: પુરુષોને ધૂળ ચટાવનાર દેશની પ્રથમ મહિલા રેસલરનું Google એ બનાવ્યું Doodle

0
239
Hamida Banu: પુરુષોને ધૂળ ચટાવનાર દેશની પ્રથમ મહિલા રેસલરનું Google એ બનાવ્યું Doodle
Hamida Banu: પુરુષોને ધૂળ ચટાવનાર દેશની પ્રથમ મહિલા રેસલરનું Google એ બનાવ્યું Doodle

Hamida Banu: કુસ્તી એ ભારતની પ્રિય અને ખૂબ જૂની રમત છે. જોકે, કુસ્તીમાં હંમેશા પુરુષોનું વર્ચસ્વ રહ્યું છે. આપણા સમાજમાં એવું માનવામાં આવે છે કે કુસ્તી એ પુરુષોની રમત છે કારણ કે સ્ત્રીઓ નબળી છે. પરંતુ હમીદા ભાનુએ પુરૂષોને તેમની પોતાની રમતમાં હરાવ્યા અને ભારતની પ્રથમ વ્યાવસાયિક મહિલા કુસ્તીબાજ બની. હમીદા બાનુની સફળતાની પ્રશંસા કરતા Google એ તેનું ગૂગલ Doodle બનાવ્યું છે.

Hamida Banu: પુરુષોને ધૂળ ચટાવનાર દેશની પ્રથમ મહિલા રેસલરનું Google એ બનાવ્યું Doodle
Hamida Banu: પુરુષોને ધૂળ ચટાવનાર દેશની પ્રથમ મહિલા રેસલરનું Google એ બનાવ્યું Doodle

પ્રખ્યાત કુસ્તીબાજોને હરાવ્યા

હમીદાએ જ દેશમાં પ્રોફેશનલ રેસલિંગમાં મહિલાઓના પ્રવેશનો માર્ગ ખોલ્યો હતો. આ તેમની મહેનત અને દૃઢ નિશ્ચયની અસર છે કે આજે ભારતીય મહિલા કુસ્તીબાજો સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. તેના માર્ગ પર ચાલીને સાક્ષી મલિક જેવી મહિલાઓએ કુશ્મીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે દેશ માટે ઘણા મેડલ જીત્યા છે. હમીદા બાનુ (Hamida Banu) એ 1940 અને 1950ના દાયકામાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે દેશની પ્રથમ મહિલા કુસ્તીબાજ હતી, જેણે કુસ્તીમાં દેશના પ્રખ્યાત કુસ્તીબાજોને હરાવ્યા છે.

Hamida Banu ના પગ તોડી નાખવામાં આવ્યા

હમીદા બાનુને કુસ્તી માટે ઘણું સહન કરવું પડ્યું છે. એક દિવસ હમીદા બાનુ અચાનક રેસલિંગ રિંગમાંથી બહાર નીકળી ગઈ. હમીદા બાનુના પુત્રના કહેવા પ્રમાણે, એક મહિલા તરીકે તેનું કુસ્તી રમવું સમાજને પસંદ નહોતું. તેને કુસ્તીથી દૂર રાખવા માટે તેને ઘણી રીતે અટકાવવામાં આવ્યો હતો. તેણે જણાવ્યું કે હમીદાને ખરાબ રીતે મારવામાં આવી હતી. હમીદાનો પગ ભાંગી ગયો હતો, જેના કારણે તે કુશ્મી પાસે પરત ફરી શકી નહોતી.

Hamida Banu: પુરુષોને ધૂળ ચટાવનાર દેશની પ્રથમ મહિલા રેસલરનું Google એ બનાવ્યું Doodle
Hamida Banu: પુરુષોને ધૂળ ચટાવનાર દેશની પ્રથમ મહિલા રેસલરનું Google એ બનાવ્યું Doodle

ડાયેટ જોઈને બધા ચોકી જતા

રિપોર્ટ અનુસાર હમીદા બાનુની હાઇટ 5 ફૂટ 3 ઇંચ હતી. તેમજ વજન 108 ગ્રામ હતું. તે દિવસમાં 5.6 લિટર દૂધ, અડધો કિલો ઘી, બે પ્લેટ બિરયાની અને 6 ઈંડા ખાતી હતી.

વિવાદોનો સામનો કરવો પડ્યો

હમીદા બાનુનો ​​તેના કોચ સાથે વિવાદ થયો હતો કારણ કે તે યુરોપ જઈને કુસ્તી કરવા માંગતી હતી. પરંતુ તેના કોચને તેનો નિર્ણય પસંદ ન આવ્યો. આ સિવાય એવા અહેવાલો છે કે હમીદા બાનુએ એક શરત મૂકી હતી કે જો કોઈ પુરુષ તેને હરાવે તો તે તેની સાથે લગ્ન કરશે. પરંતુ આ થઈ શક્યું નહીં.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો