Hajj Umrah: સાઉદી અરેબિયામાં ગરમીનો પ્રકોપ, હજ યાત્રામાં મોતનો ચોંકાવનારો આંકડો

0
139
Hajj Umrah: સાઉદી અરેબિયામાં ગરમીનો પ્રકોપ, હજ યાત્રામાં મોતનો ચોંકાવનારો આંકડો
Hajj Umrah: સાઉદી અરેબિયામાં ગરમીનો પ્રકોપ, હજ યાત્રામાં મોતનો ચોંકાવનારો આંકડો

Hajj Umrah: સાઉદી અરેબિયામાં આકરી ગરમીના કારણે આ વર્ષે હજ યાત્રા માટે આવેલા 1300થી વધુ લોકોના મોત થયા છે. આંકડો દરરોજ વધી રહ્યો છે. હોસ્પિટલોમાં 95 યાત્રાળુઓની સારવાર કરવામાં આવી રહી છે, જેમાંથી કેટલાકને સારવાર માટે રાજધાની રિયાધમાં એરલિફ્ટ કરવામાં આવ્યા હતા.

2 116

 

  • પવિત્ર હજ યાત્રામાં મોતનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો
  • પવિત્ર હજ યાત્રામાં 1300 યાત્રીઓના ગરમીના કારણે મોત
  • ઈદના દિવસે મસ્જિદનું તાપમાન 51.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું
  • ભારતના 100 જેટલા હજ યાત્રીઓનું ગરમીના કારણે મક્કામાં મોત
  • ગરમીના કારણે અનેક હજ યાત્રીઓ હીટસ્ટ્રોકનો શિકાર

દર વર્ષની જેમ આ વર્ષે પણ સાઉદી અરેબિયાના મક્કામાં હજ યાત્રા (Hajj Umrah) યોજાઈ. 14 જૂન થી 19 જૂનની વચ્ચે થયેલી હજ યાત્રા દરમિયાન 17 જૂને કંઈક એવું બન્યું જેણે બધાને ચોંકાવી દીધા. આ દિવસે પણ ઈદ-અલ-અદહા હતી. વાસ્તવમાં સાઉદી અરેબિયામાં આ સમયે ભારે ગરમી છે અને તેના કારણે ઈદના દિવસે 550 હજ યાત્રીઓના મોત થયા હતા. રિપોર્ટ અનુસાર, ઈદના દિવસે સાઉદી અરેબિયાના મક્કાની ગ્રાન્ડ મસ્જિદમાં તાપમાન 51.8 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. મૃત્યુ પામેલા હજ યાત્રીઓમાં માત્ર સાઉદી અરેબિયાના જ નહીં પરંતુ વિશ્વના વિવિધ દેશોના હજયાત્રીઓ પણ હતા. ભારતના 100 જેટલા હજ યાત્રીઓ પણ ગરમીના કારણે મૃત્યુ પામ્યા હતા. 3 દિવસમાં આ આંકડો વધીને 1,000 થઈ ગયો હતો અને હવે ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે.

Hajj Umrah: પવિત્ર હજ યાત્રામાં મોતનો ચોંકાવનારો આંકડો

સાઉદી અરેબિયામાં હજ યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં 1300 હજ યાત્રીઓના મોત થયા છે. આમાં સૌથી વધુ 658 ઈજીપ્તમાં છે. આ પછી ઇન્ડોનેશિયાના 199 અને ભારતમાંથી 100 છે. જોર્ડનના 75, ટ્યુનિશિયાના 48, પાકિસ્તાનના 35 અને ઈરાનના 11 હજ યાત્રીઓના મોત થયાના સમાચાર સુત્રો દ્વારા પ્રાપ્ત થયા છે. સાઉદી અરેબિયાએ હજુ સુધી તેના નાગરિકોની કુલ મૃત્યુઆંક જાહેર કરી નથી, તેથી મૃત્યુઆંક વધુ વધવાની આશંકા છે.

Hajj Umrah: સાઉદી અરેબિયામાં ગરમીનો પ્રકોપ, હજ યાત્રામાં મોતનો ચોંકાવનારો આંકડો
Hajj Umrah: સાઉદી અરેબિયામાં ગરમીનો પ્રકોપ, હજ યાત્રામાં મોતનો ચોંકાવનારો આંકડો

સાઉદી અરેબિયામાં આકરી ગરમીના કારણે મૃત્યુ પામેલા હજ યાત્રીઓની સંખ્યા 1300 પર પહોંચી ગઈ છે. આ પૈકી ઘણા મુસાફરો એવા છે જેમની પાસે કોઈ રજીસ્ટ્રેશન પણ નથી. સાઉદી અરેબિયામાં ગરમીના કારણે અનેક હજ યાત્રીઓ હીટસ્ટ્રોકનો શિકાર બન્યા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં અનેક હજ યાત્રીઓ પણ ગુમ થઈ ગયા છે અને તેમની શોધખોળ ચાલુ છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો