હજ યાત્રા 2023ઃ 15 લાખ મુસ્લિમ મક્કા પહોંચ્યા

0
162

સાઉદી અરેબિયામાં હજ યાત્રીઓની ભારે ભીડ

હજ માટે 15 લાખ મુસ્લિમ મક્કા પહોંચ્યા

હજ યાત્રા 2023 માટે મોટી સંખ્યાંમં મુસ્લિમો મક્કા પહોંચ્યા છે. અત્યાર સુધીમાં સાઉદી અરેબિયામાં વાર્ષિક હજ યાત્રા માટે લગભગ 15 લાખ વિદેશી હજયાત્રીઓ આવ્યા છે. હાજીઓ વિમાન દ્વારા મક્કા પહોંચ્યા છે. સાઉદી અધિકારીઓએ કહ્યું કે 2020 માં કોરોના વાયરસ રોગચાળો શરૂ થયા પછી આ પહેલું વર્ષ છે, જ્યારે હજ યાત્રાનું આયોજન કોઈપણ પ્રતિબંધ વિના કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે સોમવારથી શરૂ થનારી હજ યાત્રામાં વધુ વિદેશી યાત્રીઓ આવે તેવી શક્યતા છે. હજ  ઇસ્લામના પાંચ સ્તંભોમાંથી એક છે અને શારીરિક અને આર્થિક રીતે સક્ષમ મુસ્લિમોને તેમના જીવનમાં ઓછામાં ઓછા એક વખત હજ યાત્રા પર જવા માટે કહેવામાં આવે છે. તે વિશ્વની સૌથી મોટી ધાર્મિક યાત્રાઓમાંની એક છે. સાઉદી અરેબિયાના મીડિયા મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે બુધવાર સુધી 14.9 લાખથી  વધુ વિદેશી હજ યાત્રીઓ હજ માટે મક્કા આવ્યા છે, જેમાંથી 14.3 લાખ લકો  હવાઈ માર્ગે થી પહોંચ્યા છે. સાઉદી અધિકારીઓએ કહ્યું કે અમને આશા છે કે વર્ષ 2023માં હજ યાત્રીઓની સંખ્યા પ્રી-કોરોના સ્તરે પહોંચી શકે છે. વર્ષ 2019માં 24 લાખ હાજીઓએ હજ કરી હતી.હજ એ ઇસ્લામના પાંચ સ્તંભોમાંથી એક છે અને શારીરિક અને આર્થિક રીતે સક્ષમ મુસ્લિમોને તેમના જીવનમાં ઓછામાં ઓછા એક વખત હજ યાત્રા કરવી ફરજિયાત છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ