Family Doctor 1360 | ગાયનેક પ્રોબ્લેમ | VR LIVE

0
186

ગાયનેક સંબંધિત તકલીફો વિષે મેળવો માહિતી..

સ્ત્રી રોગો કયા ક્યાં હોય છે ?

તે રોગો થવાના કારનો શું હોય છે જાણો તે વિષે

સામાન્ય રીતે ૧૪-૧૬ વર્ષની દીકરીને માસિકધર્મની શરૂઆત થાય છે, પણ આજના સમયમાં બદલાતી જતી લાઈફસ્ટાઈલના કારણે દીકરીઓ વહેલી માસિકધર્મમાં પ્રવેશે…

ત્યારે જો દીકરીઓ નાની વયે માસિકધર્મમાં પ્રવેશે અને તેને નિયમિત માસિક ચક્ર ન ચાલે તો તે વધુ ચિંતાનો વિષય એક વર્ષ સુધી નથી… જો એક વર્ષ કરતા વધુ સમય સુધી દીકરીઓને આ તકલીફ રહે તો અવશ્યથી ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ…

સ્ત્રીઓને કયું કેન્સર થાય છે ?

સ્ત્રીઓમાં સૌથી વધુ બ્રેસ્ટ કેન્સર જોવા મળે છે. બ્રેસ્ટ કેન્સરની માહિતી દરેક સ્ત્રીને હોવી ખુબજ જરૂરી છે.વિશ્વભરના મોટા ભાગના દેશોમાં સ્તન કેન્સરના કેસો વધી રહ્યા છે તે ઉપરાંત ભારતમાં પણ સ્તન કેન્સરના કેસોનું પ્રમાણ વધ્યું છે. આ કેન્સરનું નામ સાંભળતા જ લોકો ડરે છે પણ કોઈ પણ કેન્સર હોય તેની સારવાર ઉપલબ્ધ છે તેથી કેન્સર એટલે કેન્સલ આ આજના સમયમાં ખોટું સાબિત થઇ રહ્યું છે.