Gyanvapi Case : “જોવું પડશે કે 15 ઓગસ્ટ 1947 ના રોજ ધાર્મિક સ્વરૂપ શું હતું”: સુપ્રીમ કોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી

0
202
Gyanvapi
Gyanvapi

Gyanvapi Case (જ્ઞાનવાપી કેસ) : સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં 13 ઓક્ટોબરના રોજ જ્ઞાનવાપી કેસ (Gyanvapi Case)ની સુનાવણી હાથ ધરવામાં આવી. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન મહત્વની ટિપ્પણી કરી છે. જ્ઞાનવાપી કેસ (Gyanvapi Case) માં કુલ ત્રણ પિટિશન દાખલ કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પ્લેસ ઓફ વર્શીપ એક્ટ (Places of Worship Act) મુજબ કોઈપણ ધાર્મિક સ્થળનું સ્વરૂપ બદલી શકાટુ નથી. આવી સ્થિતિમાં એ જોવાનું રહેશે કે આઝાદી સમયે એટલે કે 15 ઓગસ્ટ 1947ના રોજ આ સ્થળની ધાર્મિક પ્રકૃતિ શું હતી.

તે દિવસે પ્રવર્તતી ધાર્મિક પ્રકૃતિ નક્કી કરશે કે આ અધિનિયમ અસ્તિત્વમાં હોવા છતાં કેસની સુનાવણી થઈ શકે છે કે નહીં, જેના માટે પુરાવા લાવવા પડશે. હવે આ મામલામાં આગામી સુનાવણી 16 ઓક્ટોબરે થશે.

Gyanvapi 1 11 42
Gyanvapi

વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં સીલબંધ શૌચાલય ખોલવા અને શૃંગાર ગૌરીની નિયમિત પૂજા સાથે કથિત શિવલિંગના સર્વેક્ષણ સંબંધિત અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

હિન્દુ પક્ષે કહ્યું કે કુલ ત્રણ અરજીઓ :

વાસ્તવમાં મુસ્લિમ પક્ષે કહ્યું કે હિન્દુ પક્ષનો દાવો સુનાવણી યોગ્ય છે જ નહિ, પ્લેસ ઓફ વર્શીપ એક્ટ (Places of Worship Act) મુજબ આ મામલે બિલકુલ સુનાવણી ન થવી જોઈએ.

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે વારાણસી સ્થિત જ્ઞાનવાપી કેસ (Gyanvapi Case)ની સુનાવણી કરી હતી.

હિન્દુ પક્ષે કહ્યું કે કુલ ત્રણ અરજીઓ છે જેની સુનાવણી થવાની છે, જેમાંથી

  • પ્રથમ કેસ શ્રૃંગાર ગૌરી કેસમાં જાળવણીને લગતી અરજી છે.
  • બીજા કેસમાં કોર્ટ કમિશનરની નિમણૂકના મુદ્દાને મુસ્લિમ પક્ષ દ્વારા પડકારવામાં આવ્યો છે.
  • ત્રીજો કેસ વજુ ટાંકીના પુરાતત્વીય સર્વેક્ષણની માંગણી કરતી અરજી છે.

“यह मामला 1992 के प्लेसेज ऑफ वर्शिप एक्ट की वजह से नहीं सुना जा सकता,
लेकिन उसका धार्मिक चरित्र क्या था यह तो देखना होगा” – जस्टिस डीवाई चंद्रचूड़

મુસ્લિમ પક્ષ વતી હુઝૈફા અહમદીએ કહ્યું હતું કે, મુખ્ય અરજી જાળવણી (Maintainability) અંગેની છે અને જો તે જાળવણી યોગ્ય ન હોય તો બાકીનું કોઈ મહત્વ નથી.

હુઝૈફા અહમદીએ કોર્ટને કહ્યું કે સુનાવણી સ્થગિત કરવી જોઈએ અને સુનાવણી નિયમિત બાબતના દિવસે થવી જોઈએ. આજે કોર્ટનો સમય પૂરો થઈ રહ્યો છે. દેશ, દુનિયા અને રાજનીતિને લગતા વધુ સમાચાર માટે – ક્લિક કરો અહી –