Home Breaking News Gujrat news :  રાજ્યમાં વધુ બે ન.પાને મનપાનો દરજ્જો મળશે, રાજ્યમાં હવે...

Gujrat news :  રાજ્યમાં વધુ બે ન.પાને મનપાનો દરજ્જો મળશે, રાજ્યમાં હવે 17 મહાનગરપાલિકા  

0
634
Gujrat news
Gujrat news

Gujrat news  : ગુજરાતમાં વધુ બે નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાશે. આજે વિધાનસભાગૃહમાં નાણામંત્રી કનુ દેસાઈએ પોરબંદર – છાયા નગરપાલિકા અને નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકા તરીકે દરજ્જો આપવાની જાહેરાત કરી હતી. 

Gujrat news  : અગાઉ સાત નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી હતી

Gujrat news

અગાઉ ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રના બીજા દિવસે નાણામંત્રી કનુ દેસાઈએ બજેટ રજૂ કરતા સમયે 7 નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી હતી. જેમાં નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા તેમજ સુરેન્દ્રનગર અને વઢવાણ સંયુક્તનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નડિયાદને મહાનગરપાલિકાના દરજ્જો મળે તે માટે પંકજભાઈ દેસાઈએ વિધાનસભામાં રજૂઆત કરી હતી જેમની રજૂઆતને ધ્યાનમાં લઈને જાહેરાત કરવામાં આવી હતી.

Gujrat news

Gujrat news  : રાજ્યમાં હાલમાં 8 મહાનગરપાલિકા અસ્તિત્વમાં છે. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાતનું નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યું હતું, જેમાં વધુ 7 નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે આજે વધુ બે નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Gujrat news  : હાલમાં કાર્યરત મહાનગરપાલિકાઓનું લિસ્ટ

  1. અમદાવાદ
  2. સુરત
  3. વડોદરા
  4. રાજકોટ
  5. જામનગર
  6. જૂનાગઢ
  7. ગાંધીનગર
  8. ભાવનગર

Gujrat news  : બજેટમાં જાહેર થયેલી મહાનગરપાલિકાઓનું લિસ્ટ

  1. નવસારી
  2. ગાંધીધામ
  3. મોરબી
  4. વાપી
  5. આણંદ
  6. મહેસાણા
  7. સુરેન્દ્રનગર-વઢવાણ

Gujrat news  : આજે જાહેર થયેલી મહાનગરપાલિકાઓનું લિસ્ટ

  1. પોરબંદર-છાયા
  2. નડિયાદ

Gujrat news  : સૌથી વધુ મનપા ધરાવતા રાજ્યો

  • મહારાષ્ટ્ર-29
  • તમિલનાડુ-21
  • બિહાર-19
  • આંધ્રપ્રદેશ-17
  • ઉત્તર પ્રદેશ-17
  • મધ્ય પ્રદેશ-16

આ લિસ્ટમાં ગુજરાતનો પણ સમાવેશ થશે, કારણ કે અગાઉની 8, બજેટમાં જાહેર થયેલી 7 અને આજે અન્ય બે મનપાનો નિર્ણય લેતા હવે ગુજરાતમાં પણ 17 મહાનગરપાલિકા થશે.

Gujrat news

ઉલ્લેખનીય છે કે નડિયાદ સરદાર પટેલની જન્મભૂમિ હોવાથી ખાસ તબક્કામાં પ્રાધાન્ય અપાયું છે. નડિયાદને મહાનગરપાલિકા જાહેર કરતા વિકાસના દ્વાર ખુલશે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ નડિયાદને મહાનગર પાલિકા જાહેર કરતા પંકજભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં સરકારનો આભાર માન્યો હતો. અગાઉ આણંદને મહાનગરપાલિકા જાહેર કરાઈ હતી. આ સાથે જ રાજ્યમાં કુલ 17 કોર્પોરેશન અસ્તિત્વમાં આવશે.

लेटेस्ट खबरो के लिए  यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે