GUJRAT ILLNESS  : ગંભીર બીમારીથી કંટાળી દરરોજ ૪થી ૫ દર્દીના આપઘાત

0
139
GUJRAT ILLNESS
GUJRAT ILLNESS

GUJRAT ILLNESS :  ગુજરાત દેશના સૌથી વિકસિત રાજ્યોમાં ભલે આવતું હોય  પરંતુ રાજ્યમાં માં હજુ પણ પાયાની જરૂરિયાત મેડીકલ ક્ષેત્રમાં રાજ્ય હજુ ઘણું  પાછળ છે. એક અંદાજ અનુસાર   ગુજરાત રાજ્યમાં માનસિક બીમારી, કેન્‍સર, એઈડસ સહિતની વિવિધ બીમારીથી તંગ આવીને વર્ષ ૨૦૨૨માં દર રોજ ચારથી પાંચ ગુજરાતીઓ પોતાની જિંદગી ટૂંકાવી દીધી છે.

GUJRAT ILLNESS

  • ગુજરાતમાં બીમારીથી તંગ આવી એક વર્ષમાં ૧,૭૪૭એ જિંદગી ટૂંકાવી
  •  સૌથી વધુ માનસિક બીમારીવાળા ૮૮૦ દર્દીના આપઘાતના કેસ નોંધાયા
  •  કેન્‍સરની બીમાથી કંટાળીને કુલ ૧૦૭ લોકોએ આત્‍મહત્‍યા કરી

માનસિક બીમારી, કેન્‍સર, AIDS સહિતની વિવિધ બીમારીથી તંગ આવીને વર્ષ ૨૦૨૨માં દર રોજ ચારથી પાંચ ગુજરાતીઓ પોતાની જિંદગી ટૂંકાવી મોતને વ્હાલું કર્યું છે. કેલેન્‍ડર વર્ષ ૨૦૨૨માં ગુજરાતમાં કુલ ૧,૭૪૭ વ્‍યક્‍તિએ (GUJRAT ILLNESS) બીમારીથી કંટાળીને આપઘાત કર્યો છે, જેમાં ૧૧૭૨ પુરુષ, ૫૭૪ મહિલા અને એક ટ્રાન્‍સજેન્‍ડરનો સમાવેશ થાય છે. ગત વર્ષે ગુજરાતમાં ૧૭૮૦થી વધુ લોકોએ લાંબી બીમારીથી તંગ આવી જીવન ટૂંકાવ્‍યું હતું.

GUJRAT ILLNESS

GUJRAT ILLNESS : સૌથી વધુ માનસિક બીમાર દર્દી કરી રહ્યા છે આત્મહત્યા

ગુજરાતમાં બીમારીથી તંગ આવીને જે આપઘાતની ઘટના બની છે તેમાં સૌથી વધુ માનસિક બીમાર દર્દી ભોગ બન્‍યા છે, એક વર્ષમાં સૌથી વધુ ૮૮૦ માનસિક બીમાર દર્દીએ આયખું ટૂંકાવ્‍યું તેમાં ૫૭૬ પુરુષ અને ૩૦૪ મહિલા સામેલ છે. એ જ રીતે કેન્‍સરની બીમારીથી કંટાળીને કુલ ૧૦૭ લોકોએ આત્‍મહત્‍યા કરી હતી, જેમાં ૮૪ પુરુષ અને ૨૩ મહિલા સામેલ છે. પેરાલિસિસથી પરેશાન થઈને ૭૦ લોકોએ જાતે જિંદગીનો અંત આણ્‍યો હતો, તેમાં ૬૧ પુરુષ અને ૯ મહિલા છે. એઈડ્‍સની બીમારીથી કંટાળીને એક વર્ષમાં ૨૫ આત્‍મહત્‍યાના કિસ્‍સા બન્‍યા, જેમાં ૮ પુરુષ અને ૧૭ મહિલા સામેલ છે.

કેન્‍સર, પેરાલિસિસ અને માનસિક બીમારીમાં પુરુષોની સંખ્‍યા વધારે છે જ્‍યારે એઈડ્‍સની બીમારીથી કંટાળીને આપઘાતમાં મહિલાઓની સંખ્‍યા વધુ છે.અમદાવાદમાં કેન્‍સરના લીધે ૯, પેરાલિસિસને લીધે ૫ અને માનસિક બીમારીને લીધે ૮૦ આપઘાતની ઘટના સામે આવી છે, રાજકોટમાં કેન્‍સરથી ૭, પેરાલિસિસમાં ૫, સુરતમાં કેન્‍સરથી એક, પેરાલિસિસમાં ૪ અને માનસિક બીમારીથી તંગ આવી આત્મહત્યા કર્યાની ૫૭ ઘટના બની છે.

GUJRAT ILLNESS

વડોદરામાં કેન્‍સરથી ૧૪, પેરાલિસિસમાં ૯, માનસિક બીમારીથી તંગ આવીને ૭ આપઘાતની ઘટના સામે આવી છે. અન્‍ય લાંબી માંદગીથી પરેશાન થઈને ગુજરાતમાં ૬૬૫ આત્‍મહત્‍યા થઈ હતી, જે પૈકી ૪૪૩ પુરુષ અને ૨૨૧ મહિલા સામેલ છે. અમદાવાદમાં ૭૪, રાજકોટમાં ૭૪, વડોદરામાં ૯ અને સુરતમાં ૧૫૫ આપઘાતના કિસ્‍સા અન્‍ય લાંબી બીમારીના કારણસર સામે આવ્‍યા હતા.

અત્રે નોંધનીય બાબત છે સરકાર દ્વારા આ (GUJRAT ILLNESS) ઘટનાઓ પર કાબુ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવતા હશે પરંતુ હજુ પણ આ અંગે સરકારે વધુ સજાગ બની કાર્ય કરવાની જરૂરિયાત છે.   

તમે આ પણ વાંચી શકો છો

ગુજરાતમાં 10,606 મહિલાઓ ક્યાં ગાયબ થઇ ગઈ !