ગુજરાતમાં 10,606 મહિલાઓ ક્યાં ગાયબ થઇ ગઈ !

3
130
ગુજરાતની 10, 606 મહિલાઓ ક્યાં ગાયબ થઇ ગઈ !
ગુજરાતની 10, 606 મહિલાઓ ક્યાં ગાયબ થઇ ગઈ !

નાગરિકો ગુમ થવાની વણથંભી ઘટનાઓ રાજ્યમાં જોવા મળી રહી છે. સલામત ગુજરાતના દાવાઓ વચ્ચે  છેલ્લા એક જ – વર્ષમાં ૧૦,૬૦૬ મહિલાઓ ગુમ થયાના અહેવાલ ચોકાવનારા અહેવાલ છે. શાંત-સલામત ગુજરાતમાં દર વર્ષે સરેરાશ ૧૨૦૦ જણાં લાપતા થાય છે. નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરાના મતે, ગુજરાતમાં વર્ષ ૨૦૨૩માં કુલ મળીને ૧૪,૧૧૯ ગૂમ થયા હતા. ખાસ કરીને અમદાવાદ અને સુરત શહેરમાંથી સૌથી વધુ વ્યક્તિ ગૂમ થઈહતી. ચિંતાજનક વાત તો એછે કે, એક જ વર્ષમાં ગુજરાતમાંથી ૧૦૬૦૬ મહિલાઓ ગૂમ થઇ હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે ૧૨ વર્ષથી નીચેની વયના ૫૮૪ બાળકોનો ય અતોપતો નથી, અમદાવાદ- સુરતમાંથી સૌથી વધુ વ્યક્તિ ગૂમ થયા હતા. ખાસ કરીને બાળકોના અપહરણની ઘટનાઓ રાજ્યમાં વધી રહી છે . જેમાં બાળકોને ભિક્ષાવૃત્તિ , ચોરી અને કામદાર તરીકે બળજબરી  કામ કરાવવાના કિસ્સાઓ અનેક વખત સામે આવ્યા છે.

વર્ષ ૨૦૨૩માં ગુજરાતમાંથી ૫૩૭૦ , અમદાવાદમાં ૨૭૧૧ મહિલાઓ ગૂમ થઇ જયારે સુરતમાંથી ૧૫૯૧ મહિલાઓ લાપતા બની હતી. પુરુષ- મહિલાઓના ગૂમ થવા પાછળના કારણમાં સૌથી વધુ પ્રેમ પ્રકરણ અને ઘરકંકાશને કરને પુરુષોની સરખામણી કરતાં મહિલાઓ વધુ લાપતા બને છે.એવો ય મત પ્રવર્તી રહ્યો છેકે, ઘણાં કિસ્સામાં છોકરીઓ અને મહિલાઓને ગુજરાત સિવાય અન્ય રાજ્યમાં વૈશ્યાવૃતિ તરફ વળે છે અથવા તેમનું અપહરણ થતું હોય છે.

મળતી માહિતી પ્રમાણે વર્ષ ૨૦૨૩માં ૫૩૭૦ પુરુષો સહિત કુલ મળીને ૧૪૧૧૯ લોકો લાપતા થયા છે . પ્રેમ પ્રકરણ – ઘરકંકાસ જવાબદાર પરિબળ છે. છેલ્લા એક વર્ષની સંખ્યા જોઈએ તો ૧૮ વર્ષથી વધુ વયના ૪૮૧૯ પુરુષો – ગૂમ થયા હતાં. આ ઉપરાંત ગૂમ થનારા બાળકોની સંખ્યા પણ સવિશેષ રહી છે. એક જ વર્ષમાં કુલ મળીને ૧૮૫૭ બાળકોનો ખોવાયા હતાં. તે પૈકી ૧૨ – વાર વર્ષથી નીચેની વય ધરાવતાં ૫૮૪ મયે બાળકોનો પતો નથી.  રાજ્યમાં ગૂમ થનારી મહિલાઓની સંખ્યા ચિંતાજનક રહી હતી. કુલ મળીને ૧૦,૬૦૬ મહિલાઓનો કોઈ અતોપતો નથી. જોકે, પોલીસનો દાવો છેકે, ગૂમ થનારાઓ પૈકી મોટાભાગના લોકો ઘેર પરત ફરે છે. ટૂંકમાં ગુજરાતમાં દર વર્ષે સરેરાશ ૧૨૦૦ જણાં ગૂમ થાય છે. માતાપિતા ગુમસુદા બાળકોની વર્ષો સુધી રાહ જુએ છે. કેટલાંક કિસ્સામાં તો બાળકોની હત્યા પણ થઈ હોવાનુ ખુલ્યુ છે.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.

3 COMMENTS

Comments are closed.