GUJRAT :  હેલીકોપ્ટરથી ફરો આખા ગુજરાતમાં !! સરકાર લાવી રહી છે નવી સુવિધા  

0
524
gujrat
gujrat

GUJRAT :  ગુજરાતમાં પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. હવે અમદાવાદથી કઈપણ યાત્રાધામ પહોંચવા માટે હેલિકોપ્ટરની સેવા શરૂ થશે. એટલે કે તમારે અમદાવાદથી કોઈપણ યાત્રાધામ પહોંચવું હોય તો તમને હેલિકોપ્ટર મળશે. અમદાવાદ બેઝ્ડ એરોટ્રાન્સ પરથી આ સેવા શરૂ કરવામાં આવશે. આગામી 27 ડિસેમ્બરથી GUJRAT મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ સેવાનો પ્રારંભ કરવામાં આવશે. 

joy ride ૨

GUJRAT માં  હેલિકોપ્ટરથી શરૂ કરો યાત્રા આગામી 27 ડિસેમ્બરથી GUJRAT રણોત્સવનો આકાશી નજારો જોઈ શકાશે. હેલિકોપ્ટર દ્વારા આ મજા માણી શકાશે. આ માટે બુકિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં જોય રાઈડ શરૂ કરવામાં આવી છે. તમે અમદાવાદથી ધોરડો, અંબાજી, અમદાવાદથી શ્રીનાથજી, અમદાવાદથી પાલીતાણા, અમદાવાદથી સાળંગપુર, અમદાવાદથી સોમનાથ, અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, અમદાવાદથી વડનગર અને અમદાવાદથી નડાબેટની હેલિકોપ્ટર સેવા મળશે.  

joy ride

GUJRAT :  27 ડિસેંબરથી મેડા આદરજ (થોળ)થી સેવાની શરૂઆત કરશે

  • અમદાવાદથી અંબાજી ફક્ત 40 મિનિટમાં પહોંચી જવાશે.
  • અમદાવાદથી તલગાજરડા ફક્ત દોઢ કલામાં પહોચાશે.
  • અમદાવાદથી શ્રીનાથજી ફક્ત દોઢ કલાકમાં પહોંચાશે.
  • અમદાવાદથી પાલિતાણા ફક્ત સવા કલાકમાં પહોચાશે.
  • અમદાવાદથી સારંગપુર 50 મિનિટમાં પહોંચાશે.
  • અમદાવાદથી સોમનાથ ફક્ત દોઢ કલાકમાં પહોચાશે.
  • અમદાવાદથી SOU એક કલાકમાં પહોચાશે.
  • અમદાવાદથી વડનગર અડધો કલાકમાં પહોચી જવાશે.
  • અમદાવાદથી નડાબેટ 55 મિનિટમાં પહોંચી જવાશે.
somnath

આ સાઇટ પર કરો ઓનલાઈન બુકિંગ


જો તમારે પણ આ સ્થળો પર હેલિકોપ્ટર દ્વારા યાત્રા કરવી હોય તો તેની ટિકિટ ઓનલાઈન બુક કરાવવી પડશે. તમે   https://dhordo-joyride.aerotrans.in અથવા at www.aerotrans.in  વેબસાઇટ પરથી ટિકિટ બુક કરાવી શકો છો. આ હેલિકોપ્ટર તમને અમદાવાદના રિવરફ્રંટ પર બનાવવામાં આવેલા એરોટ્રાન્સ પરથી મળશે. 

તમે આ પણ વાંચી શકો છો

શું કેન્દ્રીય કર્મચારીઓને નવા વર્ષમાં 8મા પગાર પંચની ભેટ મળશે? જાણો સંપૂર્ણ સમાચાર