GUJRAT BJP NEWS : ગુજરાત લોકસભાની બેઠકને લઇને આજે મોટો ટ્વિસ્ટ સામે આવ્યો છે. ભાજપના 2 ઉમેદવારોએ અચાનક જ ચૂંટણી લડવાનો ઇન્કાર કરતા આ નિર્ણયને લઇને અનેક તર્ક વિતર્ક ચર્ચાઇ રહ્યાં છે. વડોદરા અને સાબરકાંઠાના બંને ઉમેદવારોએ આજે ચૂંટણી મેદાન છોડવાનો નિર્ણય કર્યો છે.
GUJRAT BJP NEWS : જ્યોતિબેન પંડ્યા અને કેતન ઈનામદારનું પ્રેસર કામ કરી ગયું
GUJRAT BJP NEWS : વડોદરા ભાજપમાં જૂથવાદને લઈ વડોદરા લોકસભા બેઠકનાં ઉમેદવાર રંજનબેન ભટ્ટે પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે. તેમણે સોશિયલ મીડિયામાં જાહેરાત કરી છે. તેમના સોશિયલ મીડિયાના X હેન્ડલ, ફેસબુક પર જણાવ્યું છે કે હું રંજનબેન… ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા 2024ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવું છું. મીડિયા સમક્ષ આ મુદ્દે સ્પષ્ટતા કરતા તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણી ન લડવાનો નિર્ણય પાર્ટીનો નથી પરંતુ મારો અંતર નિર્ણય છે. કેટલાક અંગત કારણોસર ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે.
ઉલ્લેખનિય છે કે, વડોદરા માટે ભાજપે જ્યારે રંજનબેન ભટ્ટે પર પસંદગીનો કળશ ઢોળ્યો ત્યારે જ્યોતિ પંડ્યાએ નામનો વિરોધ કર્યો હતો. રંજનબેનનું નામ જાહેર થતાં જ અનેક વિવાદો સર્જાયા હતા. રંજનબેને ઉમેદવારી પાછી ખેંચી એની પાછળ જ્યોતિબેન પંડ્યા અને કેતન ઇનામદારનું પ્રેશર કામ કરી ગયાનું પણ કહેવાય છે
GUJRAT BJP NEWS : સાબરકાંઠા બેઠક પર ઠાકોર કે ડામોર વિવાદે પાડ્યો ખેલ
GUJRAT BJP NEWS : ગુજરાતમાં ભાજપના બે મોટા ટ્વીસ્ટ એક જ દિવસમાં સામે આવ્યા છે. વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે આજે ચૂંટણી નહીં લડવાની ઇચ્છા દર્શાવી છે, આ પછી હવે બીજા મોટા સમાચાર સાબરકાંઠાથી પણ સામે આવ્યા છે. સાબરકાંઠા બેઠક પરથી ભીખાજી ઠાકોરે પણ લોકસભાની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે.
GUJRAT BJP NEWS : સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવારને લઇને વિવાદ સર્જાયો હતો, તે ધીમે ધીમે વધતો જોવા મળ્યો છે. ભાજપે પોતાની બીજી યાદીમાં સાત નામોની જાહેરાત કરી હતી, જેમાં સાબરકાંઠા બેઠક પર ભાજપે ભીખાજી દુધાજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા હતા, જોકે, ગણતરીના કલાકોમાં જ ભીખાજી દુધાજી ઠાકોરની અટકને લઇને સમગ્ર મતવિસ્તારમાં વિવાદ ઉભો થયો હતો, સોશ્યલ મીડિયા પર ભીખાજીને ઠાકોરની જગ્યાએ ડામોર અટક હોવાની વાતો ચર્ચાઇ રહી છે. હવે આ મામલે વિવાદ વધુ ઉગ્ર બનતા આખરે સાબરકાંઠા બેઠક પરથી ભીખાજી ઠાકોરે પણ લોકસભાની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી દીધી છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો