ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે.હવામના વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ બાદ વાતાવરણમાં પલટો આવવા સાથે ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે. હાલ તાપમાનનો પારો ઘટતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે તો બે દિવસ દરમ્યાનહવામાન વિભાગના જણાવ્યા અનુસાર 26 અને 27મી એપ્રિલે કમોસમી વરસાદની શક્યતા વ્યકત કરાઇ છે. રાજ્યમાં પશ્ચિમ-ઉત્તર અને પશ્ચિમના પવન ફૂંકાઇ રહ્યા છે અને બીજીબાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય થઇ રહ્યું છે.IMD દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી બે દિવસમાં મહત્ત્મ તાપમાન 2 થી 3 ડિગ્રી વધી શકે છે. જ્યારે મહત્તમ તાપમાન 41 થી 43 ડિગ્રી પહોંચી જવાની શક્યતા સેવાઇ રહી છે. આ સાથે કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. 23 અને 24 એપ્રિલના રોજ કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ 26 અને 27 એપ્રિલના કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે