ગુજરાત પર આવી શકે છે વાવાઝોડું

0
223

આગામી તા 12 જુન 2023 થી 14 જુન 2023 સુધીમાં ગુજરાતના દરિયા કિનારે વાવાઝોડુ ત્રાટકી શકે છે 7 જુનની આસપાસ લક્ષદીપ પાસે હવાનું દબાણ સર્જાઈ રહ્યું છે જે વાવાઝોડામાં પરિવર્તિત થશે. શરૂઆતમાં આ વાવાઝોડાની દિશા મુંબઈ અને રત્નાગીરી દરિયા કિનારે પહોંચે તેવી શક્યતાઓ છે . 13 જુનની આસપાસ આ વાવાડોઝું ગુજરાતના દરિયા કિનારાની નજીકમાં હોઈ શકે છે . 13 જુને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરીછે.

હવામાન વિભાગની આગાહીના પગલે દરિયા કિનારે માછીમારોને એલર્ટ કરવામાં આવ્યા છે. અને આ તારીખો દરમિયાન દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે.હાલ દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે અને મોજા સામાન્ય દિવસો કરતા વધારે જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 50 થી 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે . એક શક્યતા પ્રમાણે આ વાવાઝોડાનો માર્ગ અત્યાર સુધી નક્કી કરી શકાયો નથી જેથી 13 જુનની આસપાસ પાકિસ્તાનના કરાંચી તરફ પણ ફંટાઈ શકે છે.

આ વાવાઝોડાની અસર ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા સહિતના રાજ્યોમાં ભારે પવન અને વરસાદ સાથે જોવા મળશે. પરંતુ આ વાવાઝોડું ક્યા અને કયા દરિયાઈ કિનારે ત્રાટકશે તે મોટો સવાલ છે.જે જગ્યાએ આ વાવાઝોડું પહોંચે ત્યાં ભારે નુકશાન કરશે તે નક્કી છે.

વધુ માહિતી માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ