મેઘ ગર્જના સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

0
236
મેઘ ગર્જના સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
મેઘ ગર્જના સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

રાજ્યમાં મોડી રાતથી સાર્વત્રિક વરસાદ વરસ્યો છે . મેઘ ગર્જના સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી સમગ્ર રાજ્યમાં ફરી એક વાર જોવા મળી છે . વીજળીના કડાકા સાથે મેઘ ગર્જના અને લગભગ દરેક તાલુકાઓમાં મેઘરાજા ફરી એક વાર આગાહી પ્રમાણે વરસી રહ્યા છે.  ત્યારે મળતી માહિતી પ્રમાણે આણંદ, તારાપુરમાં પોણા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે ખંભાતમાં પાંચ ઇંચ વરસાદ, અમદાવાદમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. મધ્યગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. મહીસાગર જીલ્લામાં રેલમછેલ છે. લુણાવાડા શહેરમાં રસ્તાઓ પર પાણી પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જયારે અરવલ્લી જીલ્લામાં મોડાસામાં પોણા ચાર ઇંચ વરસાદ, મેઘરજમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે. સાબરકાંઠામાં પણ એક થી ત્રણ ઇંચ વરસાદના સમાચાર મળી રહ્યા છે. અમદાવાદ જીલ્લાના ધંધુકા બરવાળામાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે.

મેઘ ગર્જના સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

અમદાવાદ અને ગાંધીનગરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનો બીજો રાઉન્ડ મોડી રાત્રે શરુ થયો છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે 6 થી 11 જુલાઈ રહ્યમાં ભારેથી અતિ ભાતે વરસાદની આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે અષાઢી મેહુલો ગર્જના સાથે એન્ટ્રી કરીને ફરી એક વાર દસ્તક આપી છે. મોડી રાત્રે ખેડા જીલ્લામાં વરસાદી વાતાવરણ જામ્યું હતું . નડિયાદમાં એક અંડરપાસમાં વરસાદી પાણી ભરાવાને કારણે કાર પાણીમાં ફસાઈ જતાં નડિયાદ ફાયર બ્રિગેડના અધિકારીઓએ ચાર લોકોને બચાવી લીધા હતા.અહી ઉલ્લેખનીય છેકે ખેડા, આણંદ, ખંભાત સહિત સમગ્ર મધ્યગુજરાતમાં મેઘ મહેર યથાવત છે અને વરસાદનો બીજો રાઉન્ડ શરુ થયો છે.

સુરત પાલિકાના વિકસિત અઠવા ઝોનના વેસુ વિસ્તારમાં માત્ર બે ઈંચ વરસાદમાં રોડ પર ઠેક ઠેકાણે પાણી ભરાયા  હતા. સુરતમાં પડેલા વરસાદે પાલિકા તંત્રની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખોલી નાંખી છે. તંત્રના દાવાઓ મેઘરાજાએ પોકળ સાબિત કર્યા છે. ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતાજ મુખ્ય શહેરો ઉપરાંત નગરોમાં તંત્રે ખર્ચેલા નાણા વેડફાઈ ગયા હોય તેવા દ્રશ્યો આવી રહ્યા છે ત્યારે ભુવા પડવાની ઘટનાઓ હોય કે પ્રી મોન્સુનની કામગીરી તમામ જગ્યાએ તંત્ર માત્ર દાવાઓ કરતુ રહ્યું અને વરસાદે પોલ ખોલી નાખી છે. ત્યારે આ સુરતના વિકસિત વિસ્તારની પોલ મેઘરાજાએ ખોલી નાખી છે.

આપને જણાવી જણાવી દઈએકે આગામી 6 થી 9 જુલાઈ સુધી રાજ્યમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.