જાણો કઈ તારીખે આવશે ગુજરાતમાં વરસાદ

0
158
જાણો કઈ તારીખે આવશે ગુજરાતમાં વરસાદ
જાણો કઈ તારીખે આવશે ગુજરાતમાં વરસાદ

વરસાદ ક્યારે આવશે તે ચર્ચા હાલ ચાલી રહી છે કારણકે ચોમાસું હવે નજીકમાં છે . બિપોર જોય વાવાઝોડા સાથે વરસેલો વરસાદ અને તબાહીના દ્રશ્યો આપની નજર સમક્ષ છે . ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરી છે. ગુજરાતમાં ચોમાસાને લઈને . આગામી 26 અને 27 જૂને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. બંગાળના ઉપસાગરમાં સક્રિય થયેલ સર્ક્યુલેશનને લીધે અતિભારે વરસાદ પડી શકે છે. બીજી બાજુ રાજ્યમાં હજુ પાંચ દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત રાજ્યભરમાં આગામી પાંચ દિવસ ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ વરસશે. હવામાન વિભાગના મતે આગામી ચાર-પાંચ દિવસ 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સોમવાર અને મંગળવારે મહિસાગર, નવસારી, વલસાડ, દાહોદ, પંચમહાલ, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં હવામાન સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે.

બિપોર જોય વાવાઝોડાથી કચ્છમાં ખૂબ જ તારાજી સર્જી  છે . અંજાર તાલુકાના ખેડોઈ ગામમાં મુખ્યત્વે બાગાયતી ખેતી વિશેષ પ્રમાણમાં કરવામાં આવે છે, ત્યારે વાવાઝોડા એ 80% વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું છે, દાડમ, કેરી, ખારેક, જામફળ વગેરે વૃક્ષોને જમીન દોસ્ત કરી નાખ્યા છે. હાલમાં જ શરૂ થયેલા કેરી,ખારેક અને દાડમ પાક સાથે વૃક્ષોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. કપાસનું પણ હાલમાં જ વાવેતર કરવામાં આવેલ હતો તે પણ સંપૂર્ણપણે નાશ પામેલ છે. ગામની અંદર મકાનોના પતરા અને નળિયા પાંદડા ની જેમ ઉડવા લાગ્યા હતા.

ગામની અંદર મકાનોના પતરા અને નળિયા પાંદડા ની જેમ ઉડવા લાગ્યા હતા.

વીજ પોલને પણ ધરાશય કરી નાખ્યા હતા. જુના જુના લીમડાના અને વડના વૃક્ષો જે 100 200 વર્ષ જુના હતા,તે વૃક્ષોને પણ મૂળ સહિત ઉખાડી નાખ્યા છે.  કચ્છ જીલ્લામાં અનેક રસ્તા પર વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા તો આ તરફ કચ્છના ભૂજમાં પણ વાવાઝોડાને લઈને વ્યાપક અસર જોવા મળી છે. ભારે પવનના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. રસ્તા પર વૃક્ષો ધરાશાયી થવાના કારણે વાહન વ્યવહારને વ્યાપક અસર જવા મળી રહી છે. તો સાથે જ વીજપોલ ધરાશાયી થતા તંત્રને ભારે જહેમત ઉઠાવવાનો વારો આવ્યો છે.