જન્માષ્ટમી પર્વનો વરસાદ સાથે છે અતુટ સંબંધ , રાજ્યમાં વરસાદી માહોલ..

0
164
જન્માષ્ટમી પર્વનો વરસાદ સાથે છે અતુટ સંબંધ , રાજ્યમાં વરસાદી માહોલ..
જન્માષ્ટમી પર્વનો વરસાદ સાથે છે અતુટ સંબંધ , રાજ્યમાં વરસાદી માહોલ..

ઓગસ્ટમાં વરસાદી માહોલ જાણે ગાયબ થયો હોય તેવો માહોલ સર્જાયો અને ચિંતાઓ પણ વધી હતી. ખેડૂતોએ મેઘરાજાની પધરામણી થશે તે આશા હતી તેજ પ્રમાણે રાજ્યમાં વરસાદ ફરી એક વાર સટાસટી બોલાવશે તેવા એંધાણ મળી રહ્યા છે . કારણકે આગામી સમયમાં બંગાળની ખાદીમે વધુ એક લો પ્રેશર તૈયાર થઇ રહ્યું છે.  સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે તે મુજબ વાતાવરણ વરસાદી બન્યું છે . વરસાદના  ક્યાંક ક્યાંક ઝાપટા પણ પડી રહ્યા છે. આજથી બનેલા લો પ્રેશરને કરને ગુજરાતમાં અસર જોવા મળી છે અને રાજ્યમાં અનેક જગ્યાએથી વરસાદ પડવાના સમાચાર મળી રહ્યા છે . આગહીકારોની માનીએ તો  7 સપ્ટેમ્બરથી વરસાદ આવશે તે પ્રમાણે લગભગ ગઈકાલ રાતથી જ મેઘરાજાની પધરામણીના સમાચાર મળી રહ્યા છે.

2

હવામાન વિભાગની આગાહી પ્રમાણે  લો પ્રેશર  સિસ્ટમ જમીન વિસ્તારમાં આગળ વધી મધ્યપ્રદેશ સુધી આવે તો ગુજરતમાં ચોક્કસ વરસાદ પડશે . અત્યારે હાલ તો એક સારા સમાચાર એ છેકે વાતાવરણમાં ભેજ વધ્યો છે અને અનેક જિલ્લાઓમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીની સાથે મેઘરાજા પણ આવી ચડ્યા છે અને ભાકોને ભીંજવી રહ્યા છે. હવામના જાણકારોના મત મુજાવ વરસાદ માટે હવે ગુજરાત પર લો પ્રેશરની અસર અલગ અલગ વર્તાઈ શકે હાલમાં અમરીકન મોડલ સતત ગુજરાત માટે નબળુ તો યુરોપ મોડલ ઘડીક આશા જન્માવે ઘડીક નિરાશ કરે તેવું વલણ અપનાવી રહ્યું છે.  

1

જો પ્રથમ શકયતા પ્રમાણે રહે અને લો પ્રેશર પશ્ચિમ મધ્યપ્રેદશ કે પૂર્વ ગુજરાત સુધી આવે તો મધ્યપૂર્વગુજરાત ,દક્ષિણગુજરાત માં અમુક જગ્યાએ થી રાઉન્ડની શરૂઆત થશે. જેમાં 7 તારીખે ઉતરપૂર્વગુજરાત ના અમુક વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થઈ શકે છે તે આગાહી મુજબ આજ્થી જ ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ શ્રીન ગણેશ કાર્ય છે અને ગાંધીનગર સહિત કલોલ પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જ્યારે આ તરફ પૂર્વસૌરાષ્ટ્ર, દક્ષિણઅનેમધ્યસૌરાષ્ટ્ર માં પણ છુટા છવાયા વિસ્તારમાં વરસાદ સાથે રાઉન્ડની શરૂઆત થઈ છે. જ્યારે બાકીના સૌરાષ્ટ્ કચ્છમાં છુટા છવાયા ક્યાંક ક્યાંક ઝાપટા પડશે તેવી આગાહી પણ કરવામાં આવી છે. લો પ્રેશર થકી જ ગુજરાતમાં ક્યાંક ભારે થી અતિભારે વરસાદ પણ પડી શકે છે. આગોતરા અનુમાન મુજબ મુજબ બેક ટુ બેક બીજું લો પ્રેશર 13 તારીખ આસપાસ બનવાનું છે. હજુ પ્રથમ લો પ્રેશરના રૂટ ક્યાં સુધી આગળ વધે એ નક્કી નથી એટલે બીજા લો પ્રેશરના રૂટ પર હવામાન વિભાગ અને જાણકારો નજર પણ તે લો પ્રેશર પણ ગુજરાતને ફાયદો અવશ્ય આપશે. અને હા આ રાઉન્ડમાં કડાકાભડાકા વાળો વરસાદ વધુ જોવા મળશે