મોરબી બ્રિજ દુર્ઘટના કેસ ૨ આરોપીઓને રાહત

0
194

મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં ગુજરાત હાઈકોર્ટે 2 આરોપીઓને મોટી રાહત આપી છે. આરોપી મહાદેવ સોલંકી અને મનસુખ પટેલે નિયમિત જામીન માટે અરજી કરી હતી. જેને ગુજરાત હાઈકોર્ટે માન્ય રાખી છે. મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં આ બન્ને આરોપીઓને પોલીસ તપાસમાં સહકાર આપવાની શરતે જામીન આપવામાં આવ્યા છે. બંને આરોપીઓ ઝૂલતા પુલ ખાતે ટિકિટ વેચાણનું કામ કરતા હતા. બેદરકારી રાખીને ટીકીટ વેંચવા બદલ બન્ને આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. આ બન્ને આરોપીઓએ દુર્ઘટનાના દિવસે 3165 ટીકીટ વેચી હોવાનો તપાસમાં ખુલાસો પણ થયો હતો.

કોર્ટે સુનાવણી દરમિયાન વકીલોને સવાલ કર્યો કે, “શું હું અવલોકન કરું કે આ કેસમાં IPCની કલમ 304A લાગુ છે?” ન્યાયાધીશે થોડી વિચાર-વિમર્શ પછી જાહેર કર્યું કે “આ કોર્ટના મતે, IPCની કલમ 304 લાગુ પડતી નથી.” સરકારી વકીલ મિતેશ અમીને દાવો કર્યો કે હાઈકોર્ટે આવું અવલોકન કરવાને બદલે ટ્રાયલ કોર્ટને કેસમાં આરોપો પર અંતિમ નિર્ણય આપવો જોઈએ.એડવોકેટ રાહુલ શર્મા : “જસ્ટિસ સમીર દવેને જણાવ્યું હતું કે કારકુનો આ ટિકિટોનું બ્લેક માર્કેટિંગ કરતા હતા, જેના પરિણામે પુલ ઓવરલોડ થઈ ગયો હતો.”

અલ્પેશ ગોહિલ, દિલીપ ગોહિલ અને મુકેશ ચૌહાણ, ઓરેવા ગ્રૂપની અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રાઈવેટ લિમિટેડના સિક્યોરિટી ગાર્ડ કે જેઓ પુલનું સંચાલન કરતા હતા, તેમને ગયા મહિને હાઈકોર્ટે જામીન આપ્યા હતા.

ઓરેવા ગ્રૂપના એમડી જયસુખ પટેલ સહિત આ કેસના દસ આરોપીઓ પર ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો (આઈપીસી) હેઠળ આરોપ છે.

આરોપી મહાદેવ સોલંકી અને મનસુખ પટેલને શરત પર જામીન મળ્યા

બન્ને આરોપીએ દુર્ઘટનાના દિવસે 3165 ટીકીટ વેચી હોવાનો તપાસમાં ખુલાસો

મોરબી બ્રિજ દુર્ઘટના
મોરબી બ્રિજ

સત્તાના નશામાં ચુર ભાજપના યુવા નેતા જેલ હવાલે